Gujarat weather rain: અંબાલાલ પટેલની ખેડૂતોને સલાહ, 15 ઓગસ્ટ પછી ક્યાં પડશે અનરાધાર વરસાદ

Gujarat weather rain: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, 24 ઓગસ્ટથી રાજ્યના ઊભા કૃષિ પાકોમાં રોગ ફેલાવાની શક્યતા છે. ખેડૂતોએ જંતુનાશક દવાઓના ઉપયોગ પર ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ. બાયો કંટ્રોલના ઉપાય શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેમાં ટ્રાયકો કાર્ડ ઊભા પાકમાં નાખવા, એન.પી.એ.નો છંટકાવ કરવા અને ખેતરમાં પ્રકાશ પિંજર ભારવીને જંતુઓની સમસ્યા પર નિયંત્રણ મેળવવાની સલાહ આપવામાં આવી છે.

ઉપરાંત, અંબાલાલ પટેલે ખેતીમાં ઊંડા ખેડની વાત પણ કરી છે, જેમાં ઉંડા ચાસની સાથે કીડાઓને કાબૂમાં રાખવા માટે ખેતરમાં બગલા છોડવાની સલાહ આપવામાં આવી છે. આ કુદરતી ઉપાય ખેડૂતો માટે વધુ લાભદાયક સાબિત થઈ શકે છે. જમીન જીવંત છે અને તેને ભરભરી રાખવી જરૂરી છે, જેથી જમીનની ફળદ્રુપતા જળવાઇ રહે.

આ પણ વાંચો : 3 બેંકોએ વધાર્યા વ્યાજદર, RBIની જાહેરાત બાદ લેવાયો નિર્ણય, ગ્રાહકોને પણ પડી અસર

15 ઓગસ્ટના વધુ એક સિસ્ટમ સક્રિય થશે. બંગાળ ઉપસાગરમાં મજબૂત સિસ્ટમ બનશે. 16થી 24 ઓગસ્ટ વચ્ચે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.

2 દિવસથી મેધરાજાએ બેટીંગ શરૂ કરી છે ત્યારે આગામી દિવસોને લઇ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વરસાદને લઇ મહત્વની આગાહી કરી છે. જેમાં બપોર બાદ રાજ્યના હવામાનમાં પલટો આવવાનું તેમણે જણાવ્યુ હતુ.

વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યુ હતુ કે બપોર બાદ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી છે. ઉપરાંત 17થી 24 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં અનરાધાર વરસાદ પડી શકે છે.

અતિભારે વરસાદની આગાહી
બીજી તરફ દક્ષિણ ગુજરાતના આહવા, ડાંગ અને વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. તથા જૂનાગઢ, અમરેલી, દ્વારકા અને પોરબંદરમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતાઓ છે.

જામનગર, ખંભાળીયા, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળશે. તથા અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદ પડવાની આગાહી અંબાલાલ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલે જણાવ્યું હતું કે 17થી 24 ઓગસ્ટ વચ્ચે કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે. તથા 25 ઓગસ્ટ બાદ બંગાળ ઉપસાગરમાં ડિપ્રેશનને લઇ ભારે વરસાદની આગાહી છે.

Leave a Comment