Ambalal prediction weather forecast: ભૂક્કા બોલાવશે વરસાદ, ગુજરાત માથે મોટું સંકટ, અંબાલાલ પટેલની ધ્રુજાવી દે એવી આગાહી

Ambalal prediction weather forecast: સમગ્ર દેશમાં હવામાન બદલાવા જઈ રહ્યું છે. એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવા જઈ રહ્યું છે, તેની અસરથી 21મી જાન્યુઆરીની રાતથી થશે અને હવામાન બદલાશે.

આગામી 2 દિવસ સુધી ગુજરાત સહિત દિલ્હી-NCR સહિત 10 રાજ્યોમાં વરસાદની આગાહી છે. જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે બર્ફીલા પવનોએ દિલ્હી સુધી શીતલહેરમાં તબાહી મચાવી છે.

અંબાલાલ પટેલની આગાહી પણ ચોંકાવનારી છે. તેમણે કહ્યું કે, 22-23  જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે.

આ પણ વાંચો :શું આ વર્ષે જીરુના ભાવ 5 હજાર રૂપિયા સુધી પહોંચી જશે? જાણો આજના બજાર ભાવ અને સર્વે

24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 27 થી 30 જાન્યુઆરીએ મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા રાજ્યમાં માવઠાની શક્યતા છે.

દક્ષિણ – પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયુ આવી શકે છે. સ્કાયમેટની આગાહી પર પણ એક નજર કરી લઈએ.

તેના વરતારા મુજબ, આ વર્ષે જાન્યુઆરીમાં પર્વતો પર સતત હિમવર્ષા થઈ રહી છે. આગામી ૨૪ કલાક દરમિયાન ઊંચા પર્વતો પર બરફવર્ષા થશે. ત્યારબાદ, ૨૨ જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી દરમિયાન ભારે હિમવર્ષા થઈ શકે છે

રર જાન્યુઆરીથી ઉત્તર ભારતનું હવામાન બદલાવાનું શરૂ થશે અને ૨૩ અને ૨૪ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. એક કે બે જગ્યાએ બરફના કરા પણ પડી શકે છે.

આગામી બે દિવસ દરમિયાન ચેન્નાઈ સહિત તમિલનાડુના ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ આંધ્રપ્રદેશ અને કેરળમાં પણ વરસાદની શક્યતા છે. પૂર્વી અને ઉત્તર-પૂર્વીય ભારતનું હવામાન સ્વચ્છ રહેશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને ઓરિસ્સામાં હવામાન સૂકું રહેશે

Leave a Comment