અંબાલાલની ભયાનક આગાહી: હવામાનને લઇને અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6 જૂન સુધીમાં પવનની સ્પીડ 40 કિમીની આસપાસ રહેશે.
તેમજ દક્ષિણ ગુજરાતમાં સુરત,વલસાડમાં વરસાદની શકયતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આંધીવંટોળની શકયતા છે.
આ ઉપરાંત સૌરાષ્ટ્રના દરિયાકિનારે હળવો વરસાદ વરસી શકે છે. આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે.
આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ થશે.
આ પણ વાંચો: ચોમાસાને લઈને ખેડૂતો માટે ખુશ ખબર: સમગ્ર રાજ્યમાં બફારાનો અનુભવ, પરંતુ આ તારીખથી થઈ જશે રાહત
અરબ સાગરમાં 10 થી 12 જૂનમાં લો પ્રેશર બનશે. અને ભારતના દક્ષિણમાં બેસેલું ચોમાસું આગળ વધશે.10 થી 12 જૂનમાં મહારાષ્ટ્રમાં ભારે વરસાદની શકયતા છે.
આ સમયગાળામાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની શકયતા છે. અત્યારે અલનીનોની અસર રહેશે,લા નીનોની અસર નહીં જોવા મળે. 15મી જૂન સુધી ગુજરાતમાં સારો વરસાદ જોવાશે. ભારે પવનને કારણે બાગાયતી પાકોમાં નુકસાનની શક્યતા છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ચોમાસા પહેલા વરસાદની આગાહી કરાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 8-9 જૂને રાજ્યમાં વરસાદ રહેશે. અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.
ગઈકાલે અમદાવાદમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી રહ્યું હતું. તો ગાંધીનગરમા 41.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન રહ્યું હતું.
રાજ્યમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય તરફ છે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે.
હાલ ગુજરાતમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની જોવા મળી છે. આ સાથે જ રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે.
આગામી દિવસોમાં આંધી-વંટોળ સાથે વરસાદ થશે. આગાહી અનુસાર પાકિસ્તાનથી આંધી મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પહોંચશે. સૌરાષ્ટ્રના કેટલાકના ભાગોમાં આંધી-વંટોળ થશે.
પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વેહલુ શરૂ થશે.