APMC 2024 : નમસ્કાર ખેડૂત ભાઈઓ, માર્ચ એન્ડિંગને કારણે ગુજરાતી ઘણી માર્કેટ યાર્ડ બંધ હતી, જોકે ધીમે ધીમે અમુક માર્કેટ યાર્ડ ખુલી રહે છે. ત્યારે માર્કેટ ખુલતા ખેડૂતો માટે નવી ખુશીઓ આવી છે.
આજના તાજા ખેડૂત સમાચાર – Bajar bhav APMC 2024
માર્ચ એન્ડિંગના કારણે ઝીરુની આવકમાં થોડો ઘટાડો થતાં ભાવમાં સુધારાનો દોર, ઊંચો ભાવ 5,671 રૂપિયા થરા માં નોંધાયો.
એપ્રિલમાં નિકાસ બંધીની છૂટ મળશે તો ભાવમાં વધારો થવાની શક્યતા, લાલ ડુંગળીનો ઊંચો ભાવ 335 રૂપિયા મહુવામાં તો સફેદ 260 રૂપિયા.
આ પણ વાંચો:- હવે જીરું માં તેજી આવશે કે મંદી? મસાલાના વેપારીઓ શું કહે છે જીરું વિશે?
રાજકોટમાં બટેકાનો ઊંચો ભાવ 400 રૂપિયા તો અમરેલીમાં 360 રૂપિયા.
એપ્રિલ મહિનામાં ઘઉંની આવક વધવાના અંદાજ વચ્ચે ઊંચો ભાવ 686 રૂપિયા મહુવામાં, જ્યારે એવરેજ ભાવ 520 રૂપિયા આજુબાજુ.
ગુજરાતમાં કપાસ ની આવકો ઘટીને 20,000 ગાંસડીની થવાથી ભાવ સ્થિર રહ્યા. = ઊંચો ભાવ 1590 રૂપિયા.
વેચાણના અભાવે દાણાદાર મગફળીના ભાવમાં થોડો સુધારો. ઊંચો ભાવ – 1315 રૂપિયા.
ગઈ કાલના તાજા સમાચાર – aajna bajar bhav 2024
માર્ચ એન્ડિંગને કારણે ઘણા બધા માર્કેટયાર્ડ હાલમાં બંધ.
એપ્રિલ મહિનામાં ડુંગળીની નિકાસબંધીમાં છૂટની આશા, હાલમાં લાલમાં ઊંચો ભાવ 357 તો સફેદમાં 269 રૂપિયા.
મહુવા, ભચાઉ અને સાણંદમાં જીરુંનું વેચાણ ચાલુ 4,750 ઊંચો ભાવ.
લોકવાન અને ટુકડા ઘઉમાં ઊંચો ભાવ 736 રૂપિયા મહુવામાં નોંધાયો.
દેશમાં રૂની આવકો ઘટી રહી છે, ત્યારે કપાસ બજારમાં સ્થિરતા નો માહોલ. માણાવદરમાં 1570 રૂપિયા ભાવ.
આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે
એપ્રિલ મહિનાથી ચણાની આવક વધવાના અહેવાલ, હાલમાં ચણાના ભાવમાં ₹50 નો ઘટાડો જોવા મળ્યો, ભાવ ઘટતા અટકી શકે