Ashokbhai patel pridiction: શિયાળાની વિદાયના પડઘમ વાગી રહ્યાં છે ત્યારે આ સપ્તાહમાં જ ઉનાળાની ઝલક જોવા મળી શકે છે . ૧૮મી સુધીમાં તાપમાનનો પારો ૩૮ ડીગ્રીએ પહોંચી જાય તેવી સંભાવના વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે વ્યકત કરી છે.
હાલમાં નોર્મલ મહતમ તાપમાન ૩૦ થી ૩૧ ડીગ્રી ગણાય. પરંતુ આગાહી સમય દરમ્યાન નોર્મલ મહતમ તાપમાન ૩૧ થી ૩૨ ડીગ્રી ગણાશે. વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા. ૧૧ થી ૧૮ ફેબ્રુઆરી સુધીની આગાહી કરતા જણાવેલ કે પવન પશ્ચિમ ઉતર પશ્ચિમ અને ઉતર દિશા માંથી કુંકાશે.
આ પણ વાંચો: કાતીલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર, વાવાઝોડાને કારણે ફૂંકાશે ઠંડા પવનો, સાથે માવઠાનો માર
તા.૧૧ થી ૧૪ દરમ્યાન પવનની ગતી ૧૦ થી ૧૫ કિ.મી. અને તા.૧૫થી ૧૮ દરમ્યાન પવન ૧૨ થી ૨૫ કિ.મી.ની ઝડપે પવન ફુંકાશે. ખાસ કરીને સાંજના સમયે પવનની ગતી વધુ રહેશે.

આકાશ મુખ્યત્વે ચોખ્ખુ રહેશે. એકાદ દિવસ છુટાછવાયા વાદળો જોવા મળશે. આગાહી સમય દરમ્યાન અમુક દિવસ આપશ્ચિમ પવન ફુંકાતા હોય આગાહી સમયમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં બે થી ત્રણ દિવસ ઝાકળની શકયતા છે.
તા.૧૧ થી ૧૪ દરમ્યાન મહતમ તાપમાન નોર્મલથી ઉંચુ જ રહેશે. જેની રેન્જ ૩૩ થી ૩૬ ડીગ્રી વચ્ચે રહેશે. તા.૧૫ થી ૧૮ મહતમ તાપમાન બેએક ડીગ્રી વધુ રહેશે. જેની રેન્જ ૩૫ થી ૩૮ ડીગ્રી વચ્ચે રહેશે.