August 2024 monsoon prediction: આખા ઓગસ્ટ મહિનાની અંબાલાલ પટેલની આગાહી, જાણો કઈ તારીખમાં કેટલો વરસાદ

August 2024 monsoon prediction: ગુજરાતમાં અત્યાર સુધીનો સરેરાશ 61.13 ટકા વરસાદ નોંધાયો છે. જોકે સાર્વત્રિક વરસાદ થયો છે. ક્યાંક અતિભારે તો ક્યાંક મધ્યમ વરસાદ થયો છે અને હજુ પણ વરસાદી મોહલ યથાવત રહેશે. જુલાઈની શરુઆતથી સતત વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં 24 કલાક બાદ ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે. જેના કારણે ગુજરાતના અલગ અલગ ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે

આ પણ વાંચો : પાછી એક સિસ્ટમ સક્રિય થઈ, જાણો હવે ક્યાં વિસ્તારને ઘમરોળશે મેઘરાજા

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, હવે વાદળનો મોટો સમુહ મધ્યપ્રદેશ થઇને ગુજરાત આવી રહ્યો છે. ઉતર પશ્ચિમ ભારતમાં ઘણી જગ્યાએ પુરનો ખતરો બની રહેશે. ત્રણ ઓગસ્ટથી સિસ્ટમ મજબૂત બનશે. બીજી ઓગસ્ટના રોજ બંગાળ ઉપસાગરનુ વહન લો પ્રેશર વેલ માર્ક સક્રિય થઇ રહ્યુ છે. જેના કારણે મધ્યપ્રદેશ ઉપર લો પ્રેશર સક્રિય થશે અને 998 મીલીબારનું પ્રેશર રહેશે. તો ગુજરાત ઉપર 1000થી 1002 મીલીબારનું પ્રેશર બનશે.

આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતમાં પણ કોઈ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, 6 અને 7 ઓગસ્ટના બીજી સિસ્ટમ બનતા મધ્ય પ્રદેશ સુધી વરસાદ આવતા ગુજરાતના ઘણા ભાગોમાં સારો વરસાદ થશે. અમુક ભાગમાં ભારે વરસાદની શક્તા રહેશે. 10થી 12 ઓગસ્ટના ગુજરાતના ભાગમાં સારો વરસાદ થવાની શક્તા રહેશે.

14થી 16 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટના સૌરાષ્ટ્ના સહિત ઘણા ભાગમાં વરસાદ થશે. 19થી 22 ઓગસ્ટના વરસાદી ઝાંપટા પડશે. 23 ઓગસ્ટ પછી ગુજરાતમાં પર્વત આકારનો મેઘ છડે ત્યાં વરસાદ પડે. 30 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બરના ભારે વરસાદી ઝાંપટા પડી શકે છે.

Leave a Comment