સિસ્ટમ ઉપર સિસ્ટમ, ફરી નવા મહિને ભૂક્કા, હવામાન, નક્ષત્ર અને અંબાલાલ પટેલની આગાહી

અમદાવાદ હવામાન વિભાગ દ્વારા આગાહી

August 2024 rain: ગુજરાત હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે ગુજરાતમાં આવનાર બે દિવસ સુધી હળવા ઝાપટા પડશે, જ્યારે 2 ઓગસ્ટ થી દક્ષિણ ગુજરાતમાં એક નવી સિસ્ટમ સક્રિય થશે.

ગુજરાત રાજ્ય ઉપર બે દિવસ સુધી કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જો કે 3 ઓગસ્ટ થી સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી મળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન

આવનાર બે દિવસ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે માછીમારો અને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.

અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી

અમલ પટેલ દ્વારા પણ 3 ઓગસ્ટ પછી દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને નર્મદા અને તાપીને જળસ્તરમાં વધારો થશે તેવું પણ તેમણે જણાવ્યું છે.

આ પણ વાંચો: Paresh Gauswami/ambalal Patel pridiction: મેઘરાજા વિરામના મૂડમાં ? જાણો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી

August 2024 rain: અંબાલાલ પટેલે કહ્યું કે 13થી 15 ઓગસ્ટ મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે છે. જ્યારે 16થી 22 ઓગસ્ટ ગુજરાતમાં વરસાદ આવી શકે છે. તો 23 ઓગસ્ટથી રાજ્યમાં વરસાદી ઝાપટાં પડશે. રાજ્યમાં 26થી 30 ઓગસ્ટ સુધી વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે 16 ઓગસ્ટે મગધ નક્ષત્રમાં સૂર્ય આવતા સારો વરસાદ થશે.

આ પણ વાંચો: ચોમાસાની ધરી ગુજરાત તરફ, અંબાલાલ પટેલની ઘાતક આગાહી

2 ઓગસ્ટ થી આશ્લેષા નક્ષત્ર ચાલુ

સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ 2 ઓગસ્ટ 2024 ના રોજ થશે. 2 ઓગસ્ટ ના રોજ શુક્રવાર છે. 2 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે.. આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડાનું છે. વાહનો પરથી વરસાદ કેવો પડશે તેનું પણ અનુમાન લગાડવામાં આવતું હોય છે. જોકે ગધેડાનું વાહન હોવાથી વરસાદની શક્યતા આંશિક રાહત વાળી હોઈ શકે.

Leave a Comment