Cold forecast: અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી, જાણો અંબાલાલ પટેલ અને હવામાન ખાતાની આગાહી

Cold forecast: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થાય તેવી શક્યતા છે. રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઠંડીનો અનુભવ ઓછો થવાની આગાહી કરવામાં આવી છે.

સમગ્ર મહિના દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે. જયારે મહત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થયાં બાદ ગુજરાતમાં ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : નવી મગફળીમાં ભૂક્કા, તો સફેદ સોનું ક્યાં ભાવે પહોંચ્યું? જીરૃના ભાવ પણ જાણો

અંબાલાલ પટેલે કરી ઠંડીને લઈને આગાહી
બીજી તરફ રાજ્યમાં ઠંડીને લઈને અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં ઠંડીની શરૂઆત થવાની સંભાવના છે.

22 ડિસેમ્બર પછી ભારે ઠંડી પડવાની શક્યતા છે. 22 ડિસેમ્બર પછી મહત્તમ તાપમામ 34 થી 35 ડીગ્રી રહેશે.17થી 20 નવેમ્બર સુધી અરબી સમુદ્રમાં લો પ્રેસર બનવાની શકયતા છે. લો પ્રેસર સક્રિય થતાં રાજ્યમાં માવઠું પડવાની શકયતા છે

અંબાલાલ પટેલે કહ્યુંકે, આ વખતે ઠંડીનો ચમકારો વધારે રહેશે. જેને પગલે ગુજરાતીઓએ આ વખતે વધારે પડતી ઠંડી સહન કરવા તૈયાર રહેવું પડશે. અંબાલાલ પટેલે કહ્યું કે, 7 નવેમ્બરથી ગુજરાતના ભાગોમાં પલટો આવી શકે છે.

10થી 14 નવેમ્બર વચ્ચે બંગાળના ઉપસાગરમાં એક ડિસ્પ્રેશન બનવાની શક્યતા છે. 17થી 20 નવેમ્બરે અરબસાગરમાં લો પ્રેશર કે ડિસ્પ્રેશન બનવાની શક્યતા સેવાઈ રહી છે. 18થી 23 નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાવાની શક્યતા છે. ત્યારબાદ 22 ડિસેમ્બરથી ગુજરાતમાં હાડ થીજાવતી ઠંડી પડવાની શક્યતા છે.

Leave a Comment