dual seasons in the state: રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે. પરંતુ તાપમાન સામાન્ય કરતાં ઉંચું નોંધાઇ રહ્યું છે. હવે પવનની દિશા બદલાશે અને ઠંડીનો અનુભવ થશે.
આગામી 2 દિવસ તાપમાન યથાવત રહેશે અને બે દિવસ બાદ લઘુતમ તાપમાન 2થી 3 ડિગ્રી ઘટી જશે. જોકે લઘુતમ તાપમાન ઘટવાનું કારણ છે કે પવનની દિશા બદલાશે. જેના કારણે સુકા અને ઠંડા પવન ફૂંકાવાના કારણે લઘુતમ તાપમાન ઘટશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ઠંડીના પ્રથમ રાઉન્ડની હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી નાખી આગાહી
હાલ રાજ્યમાં ઉત્તર-ઉત્તરપૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ પવનની દિશા બદલાતા લઘુતમ તાપમાન ઘટશે અને વહેલી સવારે ઠંડીનો અહેસાસ થશે.
નવેમ્બરના 17 દિવસ વિતવા છતાં પણ ઠંડીનો અહેસાસ થતો નથી. પરંતુ હવે ધીમે ધીમે તાપમાન ઘટશે અને ઠંડીનો અહેસાસ થવા લાગશે. પરંતુ 20થી 23 નવેમ્બરના ઠંડીનું જોર વધશે.

તેમણે જણાવ્યું કે, સવારમાં ઉત્તર ગુજરાતમાં સ્વેટર પહેરવું પડશે. તેવી ઠંડી પડવાનું શરૂ થઈ જશે. 20થી 23માં ઠંડી આવશે. મહેસાણા, પાલનપુર, રાજકોટ, પાલનપુર, ગાંધીનગર, હિંમતનગર, પંચમહાલ સહિતના વિસ્તારોમાં ઠંડીનો અનુભવ થશે.
22 નવેમ્બર બાદ હવામાન સાનુકુળ ગણી શકાય. યુરોપ દેશમાંથી ઠંડા પવનો આવવા જોઈએ તે પવનો શરૂ થયા નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા નથી.
કારણ કે આફ્રિકાથી લઈ એન્ટાર્કટિક મહાસાગર થઈ યુરોપ દેશમાં હાઈ લો પ્રેશર બનવા જોઈએ. તે લો પ્રેશર બને તો સાનુકુળ પરિસ્થિતિ સર્જાય અને દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા ગણી શકાય