Dungali na bajar bhav: માર્કેટ યાર્ડમાં ડુંગળી લઇ જતા પહેલા જાણી લેજો શું છે ભાવ? પૂરતા ભાવ ન મળતાં ખેડૂતોના હાલ બેહાલ

Dungali na bajar bhav: ડુંગળીના વેપાર માટે જાણીતું મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર હાલ દરરોજ લોખો ટન ડુંગળીની આવક નોંધાઈ રહી છે પરંતુ તેની સામે ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.

માર્કેટમાં છેલ્લા એક અઠવાડિયામાં રૂપિયા દોઢસો જેટલો ભાવ તૂટ્યા જેનું કારણ યાર્ડના વાઇસ ચેરમેન અને વેપારી એવું જણાવી રહ્યા છે કે અન્ય રાજ્યની ડુંગળી હાલ બજારમાં આવતી હોવાથી મહુવા માર્કેટિંગ યાર્ડની ડુંગળીના ખરીદાર ઓછા થવાથી આ ભાવ તૂટ્યા છે.

આ પણ વાંચો: સરકાર તરફથી વિદ્યાર્થીઓને મળશે મફતમાં લેપટોપ

ડૂંગળીના પાકમાં ખેડૂતોને થઈ રહ્યું છે નુકસાન3 મહિનાની ખેતી કર્યા પછી ખેડૂતો એ ડૂંગળીનો પાક તૈયાર કર્યો છે. અને હવે તેને માર્કેટમાં વેચવા માટે બજારમાં લઈને આવ્યા છે.

પરંતુ ખેડૂતોને તેના પૂરતા ભાવ ન મળી રહ્યાની ખેડૂતો વારંવાર ફરિયાદ કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે રૂપિયા 300 થી 350માં ડૂંગળીનો પાક તૈયાર થયા છે અને અહીં યાર્ડમાં માત્ર 200 થી 300 રૂપિયા જેટલો જ ભાવ મળી રહ્યો છે.

ખેડૂતને મણે 50 રુપિયા જેટલું થઈ રહ્યું છે નુકસાનખેડૂતોએ પકેવેલા પાકનો ખર્ચ 300થી 350 જેટલો થઈ રહ્યો છે, જ્યારે માર્કેટમાં 200થી 300નો ભાવ મળી રહ્યો છે. જેથી ખેડૂતોને મણે 50 રૂપિયાનું સીધું નુકસાન થઈ રહ્યું છે.

પાક તૈયાર કરવામાં ખાતર, દવા, પાણી, બારદાન અને ચાર મહિના સુધી એની દેખરેખ રાખવી વગેરે ખર્ચ ગણે તો 350 રૂપિયા થી 400 સુધી પહોંચી જાય છે જેની સામે હાલ ખેડૂતોને ડુંગળીના ભાવ ન મળતા ખેડૂત પરેશાન જોવા મળી રહ્યો છે

Leave a Comment