Ghau Na Bhav : ઉનાળાની શરૂઆત થતાં નવા ઘઉંની આવકો માર્કેટયાર્ડમાં ધીમે ધીમે ચાલુ થતી હોય છે. ત્યારે ખેડૂતો ઘઉંના ભાવ સારા મળે એવો આગ્રહ રાખતા હોય છે. હાલમાં ગુજરાતની માર્કેટ યાર્ડમાં ઊંચો ભાવ 700 આજુબાજુ ચાલી રહ્યો છે.
- સરકારી ઘઉંનું વેચાણ બંધ થતા બજારમાં મંદી આવે તેવા અહેવાલ ઓછા
- હાલમાં ઊંચો ભાવ 750 ની સપાટીએ
- દિવસેને દિવસે આવક વધી રહી છે.
ઘઉમાં મંદી નહીં આવે!
દિવસે ને દિવસે નવા ઘઉંની આવકનું પ્રેશર વધી રહ્યું છે. નવા ઘઉં બજારમાં ઠલવાતા ભાવમાં ઘટાડો થવાના અહેવાનો સોશિયલ મીડિયામાં ફરતા હોય છે. જોકે વેપારીઓ દ્વારા ખેડૂતોને સારો ભાવ ના આપવા માટે પણ આવા સમાચાર માર્કેટમાં ફેરવવામાં આવતા હોય છે. આવા સમાચારને કારણે ભાવ ઘટાડો થતો હોય અને ખેડૂતોને નુકસાન થતું હોય છે.
જોકે હાલમાં નવા ઘઉંની આવક વધી રહી છે અને સરકારી ઘઉંનુ વેચાણ પણ બંધ થવા આવ્યું છે ત્યારે આ વર્ષે ઘઉમાં મંદી આવે તે મુશ્કેલ છે.
આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે
ગુજરાતમાં બે પ્રકારના ઘઉંનું વેચાણ અલગ અલગ માર્કેટયાર્ડમાં થાય છે. જેમાં પ્રથમ લોકવન ઘઉં અને બીજા ટુકડા ઘઉં, બંને ઘઉંના ભાવ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે ટુકડા ઘઉંના ભાવ ઊંચા હોય છે.
કપાસ અને મગફળીની બજાર વચ્ચે છેલ્લા ચાર વર્ષથી ખેડૂતોને કપાસ અને મગફળી ની સાપેક્ષમાં ઘઉંની બજારમાં સારા ભાવ મળી રહે છે. લોકડાઉન પછી ઘઉંના ભાવ પોષણ સમ મળી રહે છે.
માર્ચ મહિનાની શરૂઆત થતા ટુકડા ઘઉંમાં ગોંડલમાં 766 રૂપિયા ઊંચો ભાવ નોંધાયો છે. જ્યારે લોકવન ઘઉંની બજાર પણ 600ની સપાટી એ ટકેલી છે.
2024 ની લોકસભાની ચૂંટણી ની ઘઉંના ભાવ ઉપર અસર
સારી કોલેટી ના ઘઉંના એવરેજ ભાવો ખેડૂતોને સાડી 500 થી 700 રૂપિયાની વચ્ચે મળી રહે છે. આવનાર દિવસોમાં ચૂંટણીની અસર અને ભારત સરકાર દ્વારા ઘઉંનો વધારે સ્ટોક કરવા ના હેતુથી ઘઉંના ભાવ યથાવત રહે તેવી સંભાવના છે. જે ખેડૂતો પાસે જુના અથવા તો નવા ઘઉં એ લોકોને સારા ભાવ મળવાની સંભાવના છે.
આજના ઘઉંના ભાવ – Ghau Na Bhav
આજે ગોંડલમાં ઘઉંની 7,800 બોરીને આવક થઈ હતી જેમાં લોકવન ઘઉંનો ભાવ ₹601 સુધી રહ્યો હતો, જ્યારે ટુકડા ઘઉંનો ભાવ 786 બોલાયો હતો.
જ્યારે રાજકોટમાં 3,800 બોરીની આવક થઈ હતી જેમાં એવરેજ ઘઉંનો ભાવ ₹520 જ્યારે સારા ઘઉંનો ભાવ ₹590 રૂપિયા અને પ્રીમિયમ ઘઉંનો ભાવ ₹562 બોલાયો હતો.
આ પણ વાંચો:- આજે ડુંગળીએ ખેડૂતોને ખુશ કર્યા, Dugali માં રેકોર્ડ બ્રેક ભાવ: જાણો આજના ડુંગળી ના ભાવ
કેશોદમાં 20,000 કટ્ટાની આવક વચ્ચે 550 સુધી ભાવ બોલાયો તો જુનાગઢમાં 18000 પટ્ટાની આવક સામે ₹600 ભાવ બોલાવ્યો તો કોડીનારમાં 20,000 કટ્ટા ઘઉં ની આવક વચ્ચે 590 સુધી ભાવ બોલાવ્યો હતો.
હિંમતનગરમાં 2500 બોરીની આવક થઈ હતી જેમાં ભાવ 675 રૂપિયા સુધી રહ્યા હતા જ્યારે મોડાસામાં 555 બોલાયો હતો. જ્યારે વિસાવદરમાં 15000 ઘટનાની આવક સામે 590 સુધી ભાવ બોલાયો.
અહીં ઉપર જણાવેલા અલગ અલગ માર્કેટ યાર્ડમાં ઘઉંના બજાર ભાવ બે માર્ચ 2024 ના છે.
આ પણ વાંચો:- વૈશ્વિક બજારમાં કોટન વાયદો સુધરતા કપાસ બજાર ફરી ઊંચી સપાટીએ પહોંચી- Aajna Kapas bhav
આજના તાજા ખેડૂત સમાચાર સમાચાર – aajna bajar bhavo / today Bajar bhav 2024
1) કપાસની બજારમાં બે દિવસમાં મોટા ઉછાળા બાદ આજે ફરી બજારો 1600 ની સપાટીએ પહોંચી. જેતપુર માં ઊંચો ભાવ 1700 રૂપિયા.
2) 400 ની સપાટીએ ડુંગળીના ભાવ પહોંચ્યા બાદ ₹50 નો મોટો ઘટાડો. મહુવામાં લાલ ડુંગળીના ઊંચો ભાવ 349 રૂપિયા જ્યારે ભાવનગરમાં 374 રૂપિયા નોંધાયો.
3) મગફળીમાં અંતિમ તબક્કે સામાન્ય વધ ઘટ થતી બજારો. ઊંચા ભાવ 1500 સુધી.
4) બોટાદમાં ઘઉંનો ઊંચો ભાવ 716 રૂપિયા. એવરેજ ભાવ 550-600 ની સપાટીએ.
5) સરકારી વેચાણ બંધ થતા ઘઉંની બજારમાં મોટી મંદી આવવી મુશ્કેલ.
6) લસણમાં મંદીનો માહોલ રાજસ્થાનમાં નવા લસણની આવક વધી.
Extra Gehu Tag – આજના બજાર ભાવ 2024 | આજના ઘઉંના ભાવ | ઘઉંની બજારનો સર્વે | ઘઉ માં મંદી આવશે | ઘઉંના ભાવ કેવા રહેશે? | ચૂંટણી અને ઘઉં | Today gehu price | Today wheat price 2024 | આજના રાજકોટ યાર્ડના ભાવો | Gondal Na bajar bhav | jamnagar na bhavo | gehu na bhavo 2024 | Ghau na bhavo gujarat ma | Gujarat me gehu ke price