ગ્રીષ્મ ઋતુ શરૂ થતાં ભારે વરસાદ આગાહી, જાણો 10 થી 15 એપ્રિલ સુધી શું છે આગાહી?

Gujarat IMD: કાળઝાળ ગરમી અને ઊંચા તાપમાન ની વચ્ચે ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળશે, વાતાવરણ માં હાઈ લેવલ, મિડ લેવલ અને લો લેવલના વાદળાઓ જોવા મળશે.

ગુજરાત ભરમાં કાળજાળ ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદ વાસીઓ શનિ-રવિની મોજ માણી શકશે, ભારે ગરમી વચ્ચે વાદળછાયા વાતાવરણ અને માવઠાના વરસાદ વચ્ચે ફરવા પણ જઈ શકશે.

આવનાર દિવસોમાં સૂર્યનું પરિભ્રમણ મેષ રાશિમાં થતા 14 એપ્રિલ બાદ ગ્રીષ્મ ઋતુની શરૂઆત થશે. જે આ સૂર્યનું પરિભ્રમણ મેષ રાશિમાં 27 એપ્રિલ સુધી રહેશે. ગ્રીષ્મ ઋતુની શરૂઆત થતા ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે અને વાતાવરણમાં વારંવાર પલટો પણ જોવા મળશે.

10 તારીખથી વાતાવરણમાં વાદળો છવાતા વાતાવરણ માં મોટો પલટો જોવા મળશે. 10 તારીખથી વાદળ છાયુ વાતાવરણ જોવા મળશે. જોકે તે પછી માવઠું પડશે.

દોઢ દિવસ વાદળછાયુ વાતાવરણ

ગુજરાતમાં 10 અને 11 તારીખે એમ 36 કલાક વાદળછાયા વાળુ વાતાવરણ રહશે. આ સમય દરમિયાન કોઈક કોઈક જિલ્લામાં હળવા છાંટા પડવાની સંભાવના છે, બાકી વધારે ભારે વરસાદ પડવાની શક્યતા નથી.

વાદળો બાદ ગરમી/હિટવેવ અને પછી માવઠું

જોકે 11 થી 13 તારીખ સુધી ફરી તાપમાન ઊંચુ જશે. એટલે કે 11 તારીખે બપોર બાદ ફરી ગરમી જોવા મળશે. અને ત્યાર બાદ ફરી વાદળો છવાયેલા રહશે.

શનિવાર: 13 થી 16 એપ્રિલ વચ્ચે માવઠું

13 એપ્રિલ એટલે કે શનિવારથી વાતાવરણ માં પલટો આવશે. 13 થી 16 એપ્રિલ સુધી છૂટા છવાયા વિસ્તારમાં માવઠા ની આગાહી રહેલી છે.

13 તારીખથી એટલે શનિવાર, રવિવાર, સોમવાર અને મંગળવારે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો: ભારે ગરમી સહન કર્યા બાદ કડાકા ભડાકા સાથે માવઠું, જાણો ક્યાં જીલ્લામાં?

વરસાદ: શનિવાર, રવિવાર અને સોમવાર દરમિયાન વરસાદની વધારે શક્યતા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં જોવા મળશે. ખેતીના પાકોમાં કોઈ આયોજન કરવાનું હોય તો ખેડૂતો આગાહીને ધ્યાનમાં રાખીને આયોજન કરે.

હવામાન વિભાગ  (Gujarat IMD) દ્વારા 12 એપ્રિલે નવસારી, વલસાડ, સુરત, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી જણાવેલી છે.

આ પણ વાંચો:- આગાહી બદલી / વહેલા વરસાદનાં એંધાણ સાથે માવઠું આવશે તો કાળઝાળ ગરમી, જાણો કઈ તારીખે?

જ્યારે 13 એપ્રિલના રોજ સાબરકાંઠા બનાસકાંઠા કચ્છમાં વરસાદની આગાહી જણાવેલ છે. જોકે હાલના વેધર ગ્રાહક પ્રમાણે આ બે દિવસમાં વરસાદની શક્યતા ઘણી ઓછી છે.

આ વર્ષે વાતાવરણમાં પલટો ચોમાસા પહેલા વધારે જોવા મળશે. 20 મે પછી ગરમી ચોર પકડશે અને 24 મેથી 5 જૂન આસપાસ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ જોવા મળશે. જોકે 11મી મે આસપાસ બંગાળના ઉપસાગરમાં હવાના નવા દબાણ પણ ઊભા થશે તેવી આગાહી હવામાન શાસ્ત્રીઓ દ્વારા કરવામાં આવી છે.

Leave a Comment