Gujarat Onions Price : નમસ્કાર ખેડૂત ભાઈઓ, ડુંગળીની બજારમાં ફરી નરમાઇ નો માહોલ જોવા મળી રહ્યો છે. કેન્દ્ર સરકારે નિકાસબંધીની વધારે છૂટ ન આપી હોવાથી અને માર્ચ મહિના પછી પણ નિકાસબંધી રહે તેવા સમાચારને કારણે સતત છે ડુંગળીના ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે.
સારી ડુંગળી માં કેટલા ભાવ?
છેલ્લા અઠવાડિયા દરમિયાન ડુંગળીના જે ઊંચા ભાવો હતા, જેમાં સારી ક્વોલિટીની ડુંગળી હોય તે ડુંગળીમાં મણે ૨૦ થી ૩૦ રૂપિયા નો ઘટાડો નોંધાયો છે.
ડુંગળી ના ભાવ માં ઘટાડો.
ડુંગળીની ડિમાન્ડ ઓછી હોવાથી સારામાં સારી કોલેટીની ડુંગળીના ભાવમાં ₹20 નો ઘટાડો નોંધાયો છે.
આગળ ભાવ વધશે કે ઘટશે? – onions price 2024
આગામી દિવસોમાં ડુંગળીના વેપારો કેવા થશે તેમના આધાર ઉપર ડુંગળીની બજાર રહેલી છે.
હાલના સમયમાં ડુંગળીની બજારમાં વેચાવેલી ઓછી છે, સામે વેપારો પણ ઓછા છે જેમને કારણે બે તરફથી મોમેન્ટ જોવા મળી રહી છે.
નાશિક ની ડુંગળી પર ભાવ આધાર
આવનાર દિવસોમાં નાસિકની બજારમાં ડુંગળી કેટલી આવે છે અને ત્યાં વેચાવેલી કેટલી થાય છે તેના આધાર ઉપર ડુંગળીના બજારો રહેશે.
આ પણ વાંચો:- હવે જીરું માં તેજી આવશે કે મંદી? મસાલાના વેપારીઓ શું કહે છે જીરું વિશે?
હાલના તબક્કે સરકારે નિકાસ ને છૂટ આપી છે પરંતુ એની માત્રા ખુબ પહોંચી હોવાથી બજારમાં તેની અસર થઈ રહી છે. એટલે કે વધારે ડુંગળીની નિકાસ ન આપવાને કારણે ભાવમાં નરમાઈનો માહોલ જોવા મળી રહે છે.
આજના લાલ ડુંગળી ના ભાવો? – aaje lal dugali na bajar bhav
Gujarat Onions Price – ગઈકાલે રાજકોટમાં 33,000 થેલા ડુંગળીની આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 350 રૂપિયા નોંધાયો હતો.
જ્યારે મહુવામાં 28,864 થેલા લાલ ડુંગળીને આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 314 રૂપિયા રહ્યો હતો.
આ પણ વાંચો:- આજે કપાસના ભાવ રેકોર્ડ બ્રેક સપાટીએ, 2024 માં ભાવ 2000+ થશે? જાણો સર્વે
ભાવનગર માર્કેટ યાર્ડમાં 5,898 થેલા લાલ ડુંગળી ની આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 314 રૂપિયા રહ્યો હતો.
ગોંડલ માર્કેટ યાર્ડના 311 તો જેતપુરમાં 226 રૂપિયા લાલ ડુંગળીનો ઊંચો ભાવ નોંધાયો છે.
જ્યારે તળાજા માર્કેટ યાર્ડમાં 272 તો ધોરાજીમાં 270 તો અમરેલી, મોરબી, અમદાવાદ, દાહોદ અને વડોદરા કે જ્યાં ડુંગળીની ઓછી આવક થાય છે ત્યાં 360, 400, 320, 400 અને 440 ડુંગળીનો ભાવ નોંધાયો હતો.
આજે સફેદ ડુંગળી ના ભાવ? – safed dugali na bajar bhav
Gujarat Onions Price : આજે ભાવનગર માર્કેટ યાર્ડમાં 1431 થેલા સફેદ ડુંગળી ની આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 246 નોંધાયો હતો.
જ્યારે સૌથી વધારે મહુવા માર્કેટયાર્ડમાં 158449 થેલા સફેદ ડુંગળીની આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 275 રૂપિયા નોંધાયો હતો.
સાથે ગોંડલ માર્કેટ યાર્ડની વાત કરીએ તો 15,534 થેલા ડુંગળીની આવક થઈ હતી જેમાં ઊંચો ભાવ 232 રૂપિયા નોંધાયો હતો.