Gujarat Rain Forecast: હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આવતા 24 કલાકમાં જ ચોમાસુ ગુજરાત માટે સક્રિય થઈ જશે તેવી આગાહી કરી છે . આ સાથે તેમને કહ્યું છે કે, ખેડૂતો માટે સારા સમાચાર છે.
આવતા દિવસોમાં તારીખ 17 થી 22 માં ગુજરાતમાં ભારે પવન ફૂકાશે. ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદી માહોલ રહશે.
તારીખ 22 થી 28 માં ગુજરાતના મોટા ભાગમાં સારો વરસાદ થશે અને ખેડૂતો માટે ખાસ આ વરસાદ વાવણી લાયક વરસાદ થશે.
વરસાદ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે.
તેમણે કહ્યું કે, અગામી 48 કલાકમાં રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ જશે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહી, ઝાડની ડાળીઓ વળી જશે અને મકાનના છાપરા ઉડી જશે”, જાણો ક્યારથી ચોમાસું સક્રિય થશે
17 થી 22 જુનમાં રાજ્યમાં સારા વરસાદની આગાહી છે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. કાચા મકાનોના છાપરા ઊડી જાય તેવા પવન ફૂંકાશે. 21 થી 25 જુન રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળશે.
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં 2 થી 4 ઇંચ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં સારા વરસાદની આગાહી
17જૂન ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર

18 જૂને ક્યાં ક્યાં વરસાદની આગાહી
ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
19 જૂને ક્યા ક્યાં વરસાદની આગાહી
પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ