48 કલાક: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, પાણી પાણી બધે થઈ ગયું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરીથી આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જે આપણે જિલ્લા જાણીશું.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં ફરી વરસાદ ગુજરાતને ઘમરોળશ તેવી આગાહી કરવામાં આવી છે. આ વખતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે થી અતિ ભારે વરસાદ પડશે.
બુધવારે ક્યાં ક્યાં જીલ્લામાં ભારે વરસાદની આગાહી? 24 જુલાઈએ આગાહી?
48 કલાક: હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 24 જુલાઈએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જેમાં અમરેલી, ગીર સોમનાથ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ છે.
જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભાવનગર, સુરત, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
આ સિવાય ભરૂચ, નર્મદા, બોટાદ, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો: આજે જીરુના ભાવમાં ઉછાળો, જાણો આજના જીરૂના બજાર ભાવ
ગુરુવારના રોજ એટલે કે 25 જુલાઈએ કયાં જિલ્લામાં આગાહી?
25 જુલાઈની આગાહીની વાત કરવામાં આવે તો ભાવનગર, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારે વરસાદ ની આગાહી છે.

આ સિવાય ગીર સોમનાથ, દીવ, સુરત, નવસારી અને ડાંગમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાં પણ મધ્યમ વરસાદ રહશે.