Gujarat weather forecast: ગુજરાતના વાતાવરણની વાત કરીએ તો થોડા દિવસોથી વાતાવરણ ઍક ચર્ચાનો વિષય બની ગયો છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અમુક જગ્યાએ કમોસમી માવઠું વરસ્યું છે. એવામાં મિત્રો કોમસમી વરસાદ બાદ ફરી એક મુસીબતની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે બે ચક્રવાત આવવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે આ વર્ષે ચોમાસું વહેલું આવશે. મેના અંતમાં અને જૂનની શરૂઆતમાં અરબી સાગરમાં ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 16મી મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત ઉદ્ભવશે. તો 24 મે સુધીમાં આંદામાન અને નિકોબાર ટાપુ પર પણ ચોમાસું બેસી જશે.
આ પણ વાંચો: Gujarat weather: રાજ્યમાં કંઇક વરસાદ તો કંઈ હિટવેવ, જાણો તમારા જિલ્લામાં શું છે આગાહી
પરેશભાઈ ગૌસ્વામીની આગાહી
પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ હતુ કે, કેરળમાં 4 દિવસ વહેલું ચોમાસું બેસશે તેમજ મહારાષ્ટ્રમાં ચોમાસું 3 દિવસ વહેલું પહોંચશે. મુંબઈમાં ચોમાસું પહોંચ્યા બાદ સ્થિર થઈ જશે. યોગ્ય હવામાન મળ્યા બાદ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે. 14-15 જૂન સુધીમાં ગુજરાતના વલસાડમાં ચોમાસું પહોંચશે. 27 જૂન સુધીમાં ચોમાસું સમગ્ર રાજ્યને કવર કરી લેશે. આ વખતનું ચોમાસું ખૂબ જ સારૂ રહેશે.
જો અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તો તે ગુજરાતને સીધું અસર કરતું હોય છે. મે મહિનામાં અરબી સમુદ્રમાં કોઇ સાયક્લોન બને તેવી શક્યતા હાલ નથી. પરંતુ જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં અરબી સમુદ્રમાં કદાચ સાયક્લોન બની શકે. આ કોઇ આગાહી નથી, પરંતુ લાંબાગાળાનું અનુમાન છે.
25થી 30 મે દરમિયાન ફરીથી એક અસ્થિરતા ઊભી થશે અને પ્રી મોન્સુન એક્ટિવિટીના વરસાદ થવાના છે. આને ધ્યાને લઇને 25 તારીખ સુધીમાં ખેતીના કામોને સાચવવાની કાળજી રાખવી તેવી ખેડૂત મિત્રોને અપીલ રહેશે.
હીટવેવનો વધુ એક રાઉન્ડ!
જો કે મિત્રો ચોમાસાના આગમન વચ્ચે ગરમીને લઈ આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમા ફરી હીટવેવનો રાઉન્ડ આવશે. 18થી 22 મે સુધી તપામાનમાં વધારો થશે. તાપમાનમાં દરરોજ 1 ડિગ્રીનો વધારો થશે અને 42થી 44 ડિગ્રી સુધી તપામન જોવા મળશે તો કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રીથી વધુ તપામાન નોંધાશે