Gujarat Weather : હાલનાં વેધર વેબસાઈટ ના ડેટા અનુસાર એપ્રિલ મહિનામાં 20 થી 30 એપ્રિલ દરમિયાન તાપમાન ઊંચું રહેશે. જોકે 13 થી 16 એપ્રિલ દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં માવઠું તોળાઈ રહ્યું છે.
જોકે ગુજરાત હવામાન વિભાગ દ્વારા 10 અને 11 એપ્રિલ દરમિયાન માવઠું પડવાની આગાહી પણ જાહેર કરવામાં આવી છે. વેસ્ટન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડવાની સંભાવના જણાવવામાં આવી છે.
10/04/2024 ના રોજ માવઠું પડવાની આગાહી : દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં
11/04/2024 ના રોજ માવઠું પડવાની આગાહી : બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સાથે મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં.
આ પણ વાંચો:- ફરી 9 જિલ્લાઓ તૈયાર રહે, 13-16 એપ્રિલમાં માવઠું તોળાઈ રહ્યું છે – Mavthu Aagahi
13, 14, 15 અને 16 તારીખ દરમિયાન જે માવઠું થશે
- હાલના ગ્રાફ મુજબ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, પાટણ સાથે કચ્છ ના કેટલાક વિસ્તારમાં
- જ્યારે મધ્યમાં અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા.
- સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ ની સંભાવના હાલના ગ્રાફ પ્રમાણે.
7 થી 10 એપ્રિલ સુધી હવામાન વિભાગ ની આગાહી : IMD ( હવામાન વિભાગ ) ના જણાવ્યા મુજબ આગામી 3 દિવસ એટલે કે 9 એપ્રિલ સુધી હવામાન શુષ્ક સાથે હિટ વેવ વાળુ રહેવાની શક્યતા છે.
અપ્રિલમાં અંબાલાલ પટેલની માવઠાની આગાહી
Gujarat Weather – જોકે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 12 તારીખથી 18 તારીખ સુધી રાજ્યમાં માવઠું થવાની આગાહી કરી છે.
આવનાર વેસ્ટર્ન ડિસ્ટર્બ અને માવઠાને કારણે ગરમીમાં ઘટાડો થવાની શક્યતા જાહેર કરી છે
જ્યારે 20 તારીખ બાદ ફરીથી ધગ ધગતી ગરમી પડવાની આગાહી કરી છે. એવું પણ આગાહી માં કહેવામાં આવ્યું છે કે 26 તારીખ સુધીમાં ગરમીનો પાર 43 ડિગ્રી સુધી આંબી જશે.