Gujarat weather: રાજ્યમાં કંઇક વરસાદ તો કંઈ હિટવેવ, જાણો તમારા જિલ્લામાં શું છે આગાહી

Gujarat weather: નમસ્કાર ગુજરાત, રાજ્યમાં હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાએ જણાવ્યુ છે કે આગામી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં સેવર હીટવેવની અસર જોવા મળી શકે છે. આ ઉપરાંત પોરબંદર, કચ્છ સહિતના જિલ્લાઓમાં પણ ગરમીનો પ્રકોપ વધારે જોવા મળશે. તેમજ આવતીકાલે એટલે કે 18 તારીખે અમદાવાદ, બનાસકાંઠા, તાપી સહિતના જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

રાજ્યમાં હીટવેવની આગાહી
હવામાન ખાતા અનુસાર, 17થી 19 મે દરમિયાન વલસાડમાં સેવર હીટવેવ જોવા મળી શકે છે. આ ઉપરાંત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ અને સુરતમાં હીટવેવના પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ગરમીના તાપમાનમાં 3 ડિગ્રી સુધી વધારો થઇ શકે છે.

સમગ્ર દેશમાં વર્તમાન સમયમાં ભિષણ ગરમીનો કહેર જાહેર છે. આ અંગે હવામાન વિભાગ પણ સક્રિય છે, અને સમયાંતરે લોકોને હવામાન અનુસાર વિવિધ અલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે.

રેડ એલર્ટ- રેડ એલર્ટ ગંભીર હવામાન દર્શાવે છે, જ્યારે તાપમાન તમામ રેકોર્ડ તોડી રહ્યું છે. આવી સ્થિતિમાં હીટ વેવથી પ્રભાવિત વિસ્તારોમાં સાવચેતી રાખવા અને આ અંગે વહીવટીતંત્ર તરફથી જરૂરી પગલાં લેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે.

ઓરેન્જ એલર્ટ – હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવે છે, જ્યારે ઘરની બહાર નીકળતા પહેલા સાવચેતી રાખવી જરૂરી છે. મતલબ કે તૈયાર રહો એટલે કે આવનારા દિવસોમાં આકરી ગરમી અંગે ઓરેન્જ એલર્ટ દ્વારા લોકોને અગાઉથી એલર્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

યલો એલર્ટ – યલો એલર્ટ જાહેર કરવા પાછળનો હેતુ લોકોને જાગ્રત કરવાનો છે. યલો એલર્ટને હવામાન વિભાગ તરફથી એક પ્રકારની ચેતવણી તરીકે જોવામાં આવે છે, તેથી લોકોને આગામી દિવસો માટે તૈયાર રહેવાની સલાહ આપવામાં આવે છે, અને સંબંધિત અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખે છે.

ગ્રીન એલર્ટ – હવામાન વિભાગ દ્વારા માત્ર રેડ, ઓરેન્જ અને યલો જ નહીં પરંતુ ગ્રીન એલર્ટ પણ જાહેર કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, આ એવી સ્થિતિમાં જાહેર કરવામાં આવે છે, જ્યારે સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય થઈ જાય અને ક્યાંય જવાનો કોઈ ખતરો ન હોય.

આ જિલ્લાઓમાં ગરમ પવનો ફૂંકાશે
આ ઉપરાંત રાજ્યના દરિયાકાંઠા અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે. જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે.

આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા માવઠા અંગે પણ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહિસાગર, તાપી અને ડાંગમાં કમોસમી વરસાદ થઇ શકે છે.

Leave a Comment