Heavy prediction by Ambalal Patel: ગુજરાતમાં વરસાદની કાગડોળે રાહ જોવાઈ રહી છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતથી વરસાદ જે રીતે ગાયબ થઈ ગયો છે, તેની હજી સુધી પધરામણી થઈ નથી. ત્યારે હવે નવી આગાહીથી કદાચ રાહત મળી શકશે.
હાલ તો આગામી ચાર દિવસ વરસાદ માટે કોઈ એલર્ટ નથી. માત્ર આગામી ચાર દિવસ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ રહી શકે છે. પરંતું હવામાન વિભાગે જે લેટેસ્ટ અપડેટ આપ્યા છે તે ખુશીના છે.
આ પણ વાંચો : બંગાળની ખાડીમાં સીસ્ટમ, અરબ સાગરમાં સિસ્ટમ, શું ગુજરાતને ઘમરોળશે મેઘો
હવામાન વિભાગે જણાવ્યુ કે, 21 ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ આવશે. આ રાઉન્ડ ફરીથી રાજ્યમા ભારેથી અતિભારે વરસાદ લઈને આવશે.
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું કે, 21 ઓગસ્ટથી રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ સાથે યલો રહેશે.
અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી 513 mm વરસાદ સામે 536 mm વરસાદ નોંધાયો છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની વરસાદ અંગે મોટી આગાહી સામે આવી છે. આગામી પાંચ દિવસો દરમિયાન ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે કરેલી આગાહી પ્રમાણે અમદાવાદ અને ગાંધીનગરમાં આવતા અઠવાડિયે દરમિયાન હળવો વરસાદ થવાની સંભાવના છે.
17થી 22 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં હળવો વરસાદ થઈ શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, મધ્ય ગુજરાતના ભાગોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
આ સિવાય તેમણે કરેલી આગાહી પ્રમાણે 2 વરસાદી સિસ્ટમને લઈને 22થી 30 ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે. બંગાળના ઉપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્ર સિસ્ટમના કારણે 22થી 30 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતમાં વરસાદ તબાહી મચાવે શકે છે.
આગાહીકાર પરેશ ગોસ્વામીના આગાહી
હવામાનના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કહ્યું કે, ઓગસ્ટ મહિનામાં રાજ્યમાં ખૂબ સારો વરસાદ પડવાનો છે. હાલ અરબી અને બંગાળની ખાડી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. ગુજરાત પર વરસાદની કોઇ સિસ્ટમ સક્રિય નથી.
17-18 ઓગસ્ટએ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બનશે. જેમાં 17થી 21 ઓગસ્ટ સુધી રાજ્યના અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ પડશે. 1થી 3 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. 22થી 30 ઓગસ્ટ સુધી બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બનશે.