હજી 4 જિલ્લા ધ્યાન રાખજો, 25-26 તારીખે IMD Ahemdavad ની આગાહી, જાણી લો

IMD Amdavad Forecast: આજે 25 તારીખ છે. આજે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે, તો ગુજરાતનો કોઈક વિસ્તારોમાં મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે વરસાદની આગાહી રહેલી છે બાકી વધારે વરસાદની આગાહી આજે નથી.

જોકે હવામાન વિભાગે પોતાની વેબસાઈટ ઉપર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને આંશિક રાહત આપી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સાથે કચ્છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

આ પણ વાંચો: હજી 2 દિવસ અતિ-ભારે, જાણો જિલ્લા મુજબ આગાહી, હવામાન વિભાગની 5 દિવસ આગાહી

સાથે દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, ભરૂચ, પંચમહાલ, દાહોદ લાગુ સુરતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

જ્યારે, સૌરાષ્ટ્રમાં ગીરસોમનાથ, અમરેલી, જુનાગઢ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 26 તારીખે ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરેલું છે. જ્યારે ગીર સોમનાથ, અમરેલી, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, છોટા ઉદયપુર, તાપી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે.

હવામાન વિભાગના આંકડા અને આગાહી આજે બપોર બાદ ફરી જશે. જોકે દરરોજ વેબસાઇટ પર આગાહી ફેરવવામાં આવે છે. Official web ચેક:- IMD Ahemdavad

28 તારીખ સુધીમાં Indian metrological department દ્વારા 4 જિલ્લા જેવા કે ભાવનગર, સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે થી અતિ ભારે આગાહી કરવામાં આવી છે.

વરાપ નીકળતા ખેડૂત મિત્રો એ ખેતીના કામો વહેલાં પતાવી દેવા, જેવા કે નિંદણ કાર્ય, ખાતર આપવાનું, દવા છંટકાવ વગેરે ના કાર્યો.

ગઈકાલે હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ એટલે કે 30 જુલાઈ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી હતી.

જ્યારે અંબાલાલ પટેલ દ્વારા પણ 26, 30 તારીખ અને સાત તારીખે બંગાળના ઉપસાગરમાં નવી સિસ્ટમ સક્રિય થવાની આગાહી વ્યક્ત કરી છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ બાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો પણ વારો આવશે વરસાદમાં તેવી પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

પરેશ ગૌસ્વામી દ્વારા પણ નવરાત્રીમાં વરસાદ વિઘ્ન લાવશે તેવી આગાહી અગાઉથી વ્યક્ત કરી દેવામાં આવે છે.

Leave a Comment