IMD department Ahmedabad: ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો, હવામાન વિભાગે કરી ખતરનાક આગાહી

IMD department Ahmedabad: ઉત્તર ભારતમાં હિમવર્ષા થઈ હતી જેને કારણે અમદાવાદમાં મંગળવાર રાતથી જ ઠંડા પવન ફૂંકાવાની શરૂઆત થઈ હતી. ગરમીના પ્રારંભમાં જ ઠંડા પવન ફૂંકાતા લોકોને ઠંડીની અસર વર્તાઈ હતી.

જેને સતત બે દિવસથી મહત્તમ અને લઘુતમ તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે નલિયાનું તાપમાન ઘટી 6.2 ડિગ્રીએ પહોંચી જતા લોકો ઠૂંઠવાઈ ગયા હતા. ઉપરાંત દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાયો હતો. જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. જોકે, આગામી 24 કલાક બાદ એટલે કે, 7 માર્ચ બાદ ફરી તાપમાનમાં વધારો થવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ વાંચો: શરદપૂનમ સુધી આવશે વરસાદ, કસકાતરા પરથી પરેશ ગોસ્વામીની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર, અશોકકુમાર દાસના જણાવ્યા પ્રમાણે અચાનક પવનની ગતિ વધી જવાનું કારણ પ્રેશર ગ્રેડિએન્ટ છે. એટલે કે ઉત્તર તરફ હવાનું દબાણ વધુ છે અને દક્ષિણ તરફ હવાનું દબાણ ઓછું છે. એટલા માટે જ રાજ્યમાં પવનની ગતિ વધી ગઈ છે. પવન ઉત્તર તરફથી આવતા હોવાથી અતિશય ઠંડા છે.

માછીમારો ભાઈઓ માટે આજ માટે એટલે એક દિવસ માટે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે યલો વોર્નિંગ આપવામાં આવી છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 50 કેએમપીએસની ઝડપે ફૂંકાશે. મહત્તમ પવનની ગતિ 55 સુધીની આસપાસ રહેશે. માછીમારોને હાલ દરિયો ન ખેડવાની સલાહ આપી છે.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં પવનનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારમાં તો 30થી લઈને 45 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. દરિયામાં પણ પવનનું જોર વધીને 55 કિ.મી. પ્રતિ કલાક સુધી પહોંચી ગયો છે. ત્યારે અચાનક જ ઠંડા પવનની સ્પીડ વધવાના કારણે તાપમાન પણ ગગડ્યું છે. જેથી તાપમાન ગગડ્યું છે.

Leave a Comment