IMD department New prediction: હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. આજે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી સાત દિવસ કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. જેમા તેમણે કેટલાક જિલ્લાઓમાં અતિ ભારે તો અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. આ સાથે બે દિવસ ગાજવીજ સાથે વરસાદની પણ આગાહી આપી છે.
આ પણ વાંચો : અંબાલાલ પટેલ, પરેશ ગોસ્વામી, અને હવામાન વિભાગની આગાહી, મેઘો મહેરબાન ક્યારે થશે
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, આવનારા સાત દિવસ માટે તમામ જિલ્લાઓમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે. આ સાથે તેમણે ચોથા અને પાંચમા દિવસે એટલે શનિ અને રવિવારના દિવસે માછીમારોને દરિયો ન ખેડવાની આગાહી આપી છે.
રામાશ્રય યાદવે પોતાની આગાહીમાં જણાવ્યુ છે કે, આજે અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.

મોસમ વૈજ્ઞાનિકે આવતીકાલ એટલે ગુરૂવાર માટેની આગાહીમાં જણાવ્યુ છે કે, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યુ છે.
શુક્રવારની આગાહીમાં જણાવ્યુ છે કે, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વોર્નિંગ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, શનિવારે ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની વોર્નિંગ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી