Imd heat wave: હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી આગામી 5 દિવસ ગુજરાતમાં તાપમાન યથાવત રહેશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાંથી ભેજ આવતા બફારો રહેવાની શક્યતા છે.
આગામી દિવસોમાં ગુજરાતમાં 25થી 30 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે.
રાજ્યના કેટલાક ભાગોમાં ડસ્ટ સ્ટ્રોમની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદ સહિતના રાજ્યમાં આજે અને આગામી 5 દિવસ વાદળધાયુ વાતાવરણ રહેશે. અમદાવાદ, ગાંધીનગરમાં તાપમાન 42 થી 43 ડિગ્રી રહેવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે વડોદરામાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

આ તરફ રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભૂજમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
પાલનપુરમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત ભાવનગરમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. બે દિવસ રાજ્યમાં પવન ફૂંકાશે. કચ્છ, પાટણ અને બનાસકાંઠા માટે વિન્ડ અલર્ટ છે.
આ પણ વાંચો :4 જૂને આખા ગુજરાતમાં થઈ જશે વરસાદ, પણ હવે કપાસનું વાવેતર કરી નાખવું કે નહિ ?
દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમી પવન ફૂંકાશે. કેરળના ઉત્તર પૂર્વીય ક્ષેત્રોમાં ચોમાસું બેસી ગયું છે. ત્યારે ગુજરાતમાં 15 જૂન આસપાસ ચોમાસું બેસશે.
હવામાન વિભાગની આગાહીના પગલે ડુમસનો દરિયો બંધ કરાવાયો છે. સહેલાણીઓ માટે દરિયો બંધ કરવાયો છે