imd rainfall alert for next 4 days: આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી, ચેતવણી જાહેર

imd rainfall alert for next 4 days: ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમે-ધીમે વધી રહી છે. કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ પણ થયો છે. ત્યારે વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં ઠંડક પ્રસરી ગઈ છે.

તો કેટલાક વિસ્તારોમાં ગરમી અને બફારો થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહીને પગલે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે NDRFની કુલ સાત ટીમ કચ્છ, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, ભાવનગર, નર્મદા અને વલસાડ ડીપ્લોય કરવામાં આવી છે.

આ સિવાય બીજી 8 તીમ્નોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ સિવાય દક્ષિણ ગુજરાતના દરિયાકિનારે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી

imd rainfall alert for next 4 days: સાથે જ પવનની ગતિ વધીને મહત્તમ 55 કિમી પ્રતિકલાકની ઝડપે પણ પવન ફૂંકાઈ શકે છે.

આ પણ વાંચો : જીરુંમાં મણે 50 થી 70 વધ્યા, ખેડૂત મિત્રો જાણી લેજો આજના જીરૂના બજાર ભાવ

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુરુવારે 27 જૂને પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, બોટાદ અને ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થઈ શકે છે.

આ સિવાય આખા રાજ્યમાં ભારે ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહીમાં જણાવ્યું છે કે 28 જૂન શુક્રવારે આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદ થશે.

આ જિલ્લાઓમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સાથે જ આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી પણ આપવામાં આવી છે.

શનિવાર 29 જૂન માટે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના  સુરત, ડાંગ, નવસારી, દમણ, દાદરા નગરી હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે.

સાથે જ આ દિવસે પણ રાજ્યભરમાં ભારે ગાજવીજની સંભાવના છે.

30 જૂને ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

જયારે સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં છે.

Leave a Comment