Jiru na bajar bhav 12 July: જીરૂમાં ચાલુ સિઝનનો ૫૦ ટકા માલ બજારમાં આવી ગયો હોવાનો અંદાજ છે અને હજી ખેડૂતો પાસે ૫૦ ટકા માલ પડ્યો હોવાથી જેવા ભાવ વધે તેવી ખેડૂતોની વેચવાલી આવે તેવી સંભાવના છે.
આવી સ્થિતિમાં જીરૂના ભાવ ઉંચી સપાટીથી રૂ.૫૦થી ૭૦ ઘટી ગયા હતા. જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલનાં તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી વેચવાલી નથી અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે.
આ પણ વાંચો : આજે કપાસના ભાવ રેકૉર્ડ બ્રેક સપાટીએ પહોંચ્યા, જાણો આજના કપાસના બજાર ભાવ
ચાઈનાની પંદર દિવસ પહેલા નિકાસ માંગ હતી, પરંતુ હવે નિકાસ વેપારો ન હોવાથી બજારો વધતા અટકી ગયા છે. ચાઈનમાં પાકમાં પોલ હોવાની ચર્ચા છે, પરંતુ આગામી દિવસોમાં જીરૂની નિકાસ માંગ કેવી આવે છે તેનાં ઉપર ચાઈનાનાં પાકનો સાચો અંદાજ લગાવી શકાશે.

જો ચાઈનામાં વધારે માલ હશે તો તે ભારતમાંથી જીરૂની આયાત બંધ કરી દેશે અને જો ઓછો પાક હશે તો ત્યાં ભાવ ઉંચા રહેશે અને ભારતમાંથી આયાત શરૂ કરે તેવી ધારણાં છે.
હાલ ભારતીય જીરૂનાં ભાવ કરતા ચાઈનાનાં ભાવ ૭૦૦ ડોલર જેટલા ઉંચા છે અને ૩૯૦૦થી ૪૦૦૦ ડોલર પ્રતિ ટનનો ભાવ બોલાય છે.
જીરૂ બેન્ચમાર્ક વાયદો રૂ.૫૭૦ ઘટીને રૂ.૨૭,૫૬૫ની બંધ સપાટી જોવા મળી હતી.
તા. 11-07-2024, ગુરૂવારના બજાર જીરૂના ભાવ | ||
માર્કેટિંગ યાર્ડ | નીચા ભાવ | ઉંચા ભાવ |
રાજકોટ | 4200 | 5225 |
ગોંડલ | 3701 | 5291 |
જેતપુર | 3500 | 5281 |
બોટાદ | 4490 | 5110 |
વાંકાનેર | 4500 | 5120 |
અમરેલી | 2500 | 5170 |
જસદણ | 4300 | 5200 |
જામજોધપુર | 4401 | 5231 |
મહુવા | 4295 | 4875 |
જુનાગઢ | 4400 | 5000 |
સાવરકુંડલા | 4700 | 5250 |
મોરબી | 4670 | 5200 |
રાજુલા | 4001 | 4002 |
બાબરા | 4895 | 5035 |
પોરબંદર | 4600 | 5100 |
દશાડાપાટડી | 4691 | 5080 |
ધ્રોલ | 3700 | 5100 |
માંડલ | 4701 | 5150 |
ભચાઉ | 4900 | 5100 |
હળવદ | 4800 | 5288 |
ઉંઝા | 4000 | 5520 |
હારીજ | 4600 | 5180 |
પાટણ | 4100 | 4900 |
ધાનેરા | 4550 | 4910 |
થરા | 4850 | 5501 |
રાધનપુર | 3870 | 5325 |
દીયોદર | 4300 | 5200 |
ભાભર | 3250 | 5011 |
થરાદ | 4000 | 5300 |
વાવ | 4700 | 5061 |
સમી | 4800 | 5125 |