Jiru na bajar bhav 6 may: જીરૂના ભાવમાં આજે વધારો કે ઘટાડો, જાણો આજના જીરું ના બજાર ભાવ

Jiru na bajar bhav 6 may : જીરૂ પખવાડિયા પહેલા જંપ મારીને પ્રતિ ૨૦ કિલો રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦ની સપાટીએ પહોંચ્યું હતું. એ તેજીની વૈતરણીમાં જેને સ્નાન કરી લીધું, એ ફાવ્યા છે.

જીરામાં પ્રતિમણ રૂ.૭૦૦૦ની સપાટીનાં સ્વપ્ન જોતા
હતા, એ ફરી જીરૂ બજારનાં ઘટાડાનું કરેક્શન જોઇ રહ્યાં છે. પખવાડિયા પહેલા બાંગ્લાદેશની ખરીદી ઉપરાંત થોડા અન્ય દેશોનાં નિકાસ કામ ચાલું હતા અને એમાં સટ્ટાકિય બળ ભળવાથી ઘટીને રૂ.૪૦૦૦નાં તળિયે પહોંચી ગયેલ બજારને વધવાનો ટેકો મળ્યો હતો.

દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ થોડા દિવસ પુરતો ઘૂંટાયેલ તેજીનો રંગ હાલ ઓસરી ગયો છે. વિતેલ શિયાળું સિઝને જીરાનું મોટું વાવેતર હતું, એટલે અમુક ટકા બગાડ-સગાડ વચ્ચે પણ દેશમાં જીરાનો મોટો પાક આવ્યો હતો.

તેથી સિઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ઘસારો લાગીને રૂ.૪૦૦૦ની નીચે ભાવ સરકવા લાગ્યા હતા, ત્યારે
ખેડૂતોએ જ વેચવાલીને બ્રેક મારી દીધી હતી.

ઊંઝામાં રાજસ્થાનમાંથી પણ જીરૂ વેચવા વેપારીઓ અને ખેડૂતો આવતાં હોય છે. તા.૨૦, મે સોમવારનાં દિવસે વધીને ૭૦ હજાર થી ૭૫ હજાર બોરીની આવક સામે રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦નાં ભાવે વેપાર થયા હતા.

એ આવક આજે ૧૫ દિવસ પછી તા.૪, જૂન મંગળવારે ઘટીને ૩૦ હજાર બોરી સામે સારા જીરામાં રૂ.૫૪૦૦ થી રૂ.૫૭૦૦ની ભાવ સપાટી હતી.

ગોંડલ યાર્ડ ખાતેમાં તા.૨૦, મેને સોમવારે જીરાની આવક ૩૨૫૪ ગુણી (૧૯૫૨ ક્વિન્ટલ)ની થઇ હતી. એ દિવસે બેસ્ટ ક્વોલિટી જીરામાં રૂ.૬૫૪૧નો ભાવ હતો. તા.૦૪, મંગળવારે આવક ઘટીને ૫૨૮ ગુણી (૩૧૬ ક્વિન્ટલ) આવક સામે બેસ્ટ જીરામાં બજાર રૂ.૫૩૬૧ થઇ હતી.

બજાર ઉંચકાણી હતી એટલે ખેડૂતો તરફથી આવકોનો ફ્લો વધ્યો હતો.બજારમાં ઘસારો લાગ્યો એટલે ફરી ખેડૂતોએ વેચવાલીને બ્રેક મારી દીધી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

વૈશ્વિક જીરાની બજાર આપણા કરતાં નીચી હોય તો આયાત પણ થઇ શકે છે. જીરાનાં ભાવ ઉંચકાવાથી નિકાસ વેપારો ઘટ્યા છે, એમ સટ્ટાકિય સોદા પણ ધીમા પડ્યા છે. અત્યારે સૌની નજર ચાઇનાનાં ભાવ કેવા ખુલ્લે છે ? તેના ઉપર આગળની બજારમાં વધ-ઘટનો આધાર છે.

તા.૦૪, મંગળવારે સૌરાષ્ટ્રની બજારો પર નજર કરી લઇએ. રાજકોટમાં ૩૦૦ ક્વિન્ટલ જીરાની આવક સામે રૂ.૪૪૦૦ થી રૂ.૫૬૧૦ ભાવ થયો હતો.

હળવદ યાર્ડ ખાતેમાં ૨૭૫ ક્વિન્ટલ આવક સામે રૂ.૫૨૫૧ થી રૂ.૫૭૫૬ ભાવે વેપાર હતા. ટુંકમાં બધા યાર્ડોમાં જીરામાં તેજીનો રંગ દેખાવા સામે બજારો ઉંચકાણી હતી, તે ફરી આજે ભાવ કપાયા પછી આવકો ઘટીને તળિયે પહોંચી છે

જીરૂ ના બજાર ભાવ (Jiru Price 06-06-2024):

તા. 05-06-2024, બુધવારના  બજાર જીરૂના ભાવ
માર્કેટિંગ યાર્ડનીચા ભાવઉંચા ભાવ
રાજકોટ44005575
ગોંડલ38015571
જેતપુર40005400
બોટાદ42255615
વાંકાનેર48005575
અમરેલી20255500
જસદણ48005475
જામજોધપુર46015441
જામનગર36505545
મહુવા46405380
જુનાગઢ50005340
સાવરકુંડલા46005420
મોરબી48005500
રાજુલા53255400
બાબરા45305440
ભાવનગર48415025
વિસાવદર45755021
જામખંભાળિયા52005450
દશાડાપાટડી50005500
પાલીતાણા38565105
ધ્રોલ42004230
માંડલ50015511
ભચાઉ52505380
હળવદ50005335
ઉંઝા45006200
હારીજ51505650
પાટણ46005400
ધાનેરા41515320
થરા49505850
ભાભર51005645
સિધ્ધપુર25004600
બેચરાજી35005151
કપડવંજ40006000
વીરમગામ46724860
સમી48005475

Leave a Comment