June to September monsoon: ખેડૂતો ખુશ થઈ જાય એવી આગાહી, જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 106 ટકા વરસાદ પડવાની શક્યતા

June to September monsoon: IMD વિભાગે નવી આગાહી કરી છે કે મે મહિનામાં પડી રહેલો વરસાદ માત્ર શરૂઆત છે, જૂન મહિનામાં એનાથી પણ વધારે વરસાદ પડશે. ચોમાસું દેશભરના અનેક ભાગોમાં ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશમાં આ વખતે ચોમાસાની સીઝન (જૂનથી સપ્ટેમ્બર)માં સામાન્યથી વધુ વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે કહ્યું કે ૧૦૬ ટકા વરસાદ વરસી શકે છે. ગત મહિને આ અંદાજ ૧૦૫ ટકા જણાવાયો હતો.

જૂન મહિનામાં પણ વરસાદ સામાન્યથી વધુ હશે. હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું કે દેશમાં જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદ થવાની શક્યતા છે જે ૧૦૮ ટકા હોઈ શકે છે એટલે આ દરમ્યાન ૮૭ સેન્ટિમીટરથી વધુ વરસાદનો અંદાજ છે. એને લૉન્ગ પિરિયડ ઍવરેજ એટલે કે LPA કહેવામાં આવે છે

ખેડૂતો માટે રાહતના સમાચાર
સામાન્ય કરતાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે. (June to September monsoon) ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. IMD દ્વારા સુધારેલી વરસાદની આગાહી નીતિ નિર્માતાઓ અને જળ સંસાધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે.

હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે. ખેડૂતો માટે આ સારા સમાચાર છે, કારણ કે ચોમાસાના મુખ્ય ઝોન (જેમાં દેશના મોટાભાગના વરસાદ આધારિત કૃષિ વિસ્તારોનો સમાવેશ થાય છે) માં સરેરાશથી વધુ વરસાદ પડશે. તેમણે એમ પણ કહ્યું કે જૂન મહિનામાં સરેરાશ કરતા 106% વધુ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.

ખેડૂતો જૂન મહિનામાં જ ખરીફ પાકની વાવણીની પ્રક્રિયા શરૂ કરે છે. વધુ વરસાદ ખેડૂતોને મોટી રાહત આપશે. તેમણે કહ્યું કે જૂન મહિનામાં સરેરાશથી વધુ વરસાદને કારણે હીટવેવમાં ઘટાડો થવાની આગાહી છે. જો કે, વધુ વરસાદને કારણે દિવસ દરમિયાન વધુ ભેજ રહેશે અને સામાન્ય લોકો વધુ ગરમીનો અનુભવ કરશે

Leave a Comment