Kapas na bajar bhav 01 july: ખેડુત મિત્રો, હજુ પણ માર્કેટ યાર્ડમાં કપાસની આવક થઈ થઈ છે. ઘરમાં કે ગોડાઉનમાં રાખેલો કપાસ હાલ માર્કેટમાં આવી રહ્યો છે. તો આવો જાણીએ આજના કપાસના બજાર ભાવ
રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1458 થી 1591 બોલાયા હતા,જ્યારે જામનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 630 થી 1475 બોલાયા હતા. તેમજ ગોંડલ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1001 થી 1571 બોલાયા હતા.
આ પણ વાંચો : આજે તલના ભાવમાં ભુક્કા કાઢતી તેજી, જાણો આજના કાળા અને સફેદ તલના બજાર ભાવ
ભાવનગર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1321 થી 1525 બોલાયા હતા. જ્યારે બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1380 થી 1575 બોલાયા હતા, તેમજ જામજોધપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1380 થી 1576 બોલાયા હતા.
કપાસની ખેતીમાં વધારો થયો
સરકાર દ્વારા કપાસના ટેકાના ભાવમાં પ્રતિ વર્ષ નોંધપાત્ર વધારો કરાતા હોતા કિંવાદાઠ આશરે રૂ.૧૫૦૦ની વૃદ્ધિ થઈ છે. ત્યારે કપાસના ટેકાના ભાવ વધારાતા હવે કપાસના ઉગવતા ખેડૂતોને સારી આવકની આશા જાગી છે, તેથી અન્ય ખેડૂતો પણ કપાસના ઉત્પાદન તરફ વળશે. જોકે કપાસની ખેતીનો બધો મદાર ચોમાસા પર છે. કપાસની ખેતી માટે ચોમાસાનો વરસાદ મહત્વનો ગણાય છે. તેથી ચોમાસું સારું જશે તો કપાસની ખેતી સારી જશે.
કપાસનું ઉત્પાદન
ગયા વર્ષે દેશવ્યાપી કપાસના વાવેતર હેઠળનો ૧૨૪થી ૧૨૫ લાખ હેકટર્સનો નોંધાયો હતો તથા એ દરમિયાન મહારાષ્ટ્રમાં કપાસનું વાવેતર ૪૨થી ૪૩ લાખ હેકટર્સમાં તથા ગુજરાતમાં ૨૬થી ૨૭ લાખ હેકટર્સમાં થયું હતું. દેશમાં હેકટરદીઠ કપાસની સરેરાશ પેદાશ- ઉપજ આશરે ૪૪૬થી ૪૪૭ કિલો આસપાસ રહી છે તે વધારી ૯૫૦થી ૧૦૦૦ કિલો સુધી લઈ જવામાં આવે તો ઘરઆંગણે રૂનું વિપુલ ઉત્પાદન મેળવી શકાય તેમ છે.
હળવદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1400 થી 1437 બોલાયા હતા. જ્યારે જસદણ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1250 થી 1540 બોલાયા હતા. તેમજ જેતપુર માર્કેટ યાર્ડ માં કપારા ના ભાવ 846 થી 1551 બોલાયા હતા.
આ પણ વાંચો: ખેડૂત મિત્રો આજે જાણી લેજો જીરુ ના બજાર ભાવ, આજે વધારો કે ઘટાડો
મહુવા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1050 થી 1426 બોલાયા હતા, જ્યારે ખાંભા માર્કેટ યાર્ડ માં કપાસના ભાવ 1251 થી 1471 બોલાયા હતા. તેમજ અમરેલી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 998 થી 1515 બોલાયા હતા.

સાવરકુંડલા માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ 1351 થી 1500 ખોલાયા હતા, જ્યારે બાબરા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ 1304 થી 1556 બોલાયા હતા.
kapas na bajar bhav 01 July:
