કિશોરભાઈ ભાડજાની આગાહી: વાવણી ની તારીખ સાથે વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે?

દર વર્ષે ખેડૂતો ચોમાસાના વરસાદની અને એમાં ખાસ વાવણીની તારીખની રાહ જોઈ રહ્યા હોય છે ત્યારે ગુજરાતના જાણીતા એવા કિશોરભાઈ ભાડજા એ વર્ષ 2024 ના ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.

  • વાવણી લાયક વરસાદ કઈ તારીખે?
  • કેટલાં વર્ષ થી આગાહી સાચી પડે છે?
  • ક્યાં નક્ષત્ર માં મોટો રાઉંડ?
  • વરસાદ ના કેટલાં રાઉન્ડ આવશે?
  • ક્યારે ચોમાસું વિદાય લેશે?
  • પાછોતારો વરસાદ પડશે કે નહીં?

કિશોરભાઈ દર વર્ષે આકાશી દર્શન અને કોઠાસૂઝને આધારે આગાહી કરે છે. ખગોળીય ઘટના, ગ્રહોનું નિરીક્ષણ અને આકાશી (ચિત્ર) તારાઓના અભ્યાસ કરીને આગાહી કરે છે.

કિશોર ભાઈ ભાડજા ની આગાહી?

1) આ વર્ષે ચોમાસુ એક અઠવાડિયું વહેલું આવશે. એટલે કે વાવણી વહેલા થશે.

2) જૂન મહિનાના બીજા અઠવાડિયા તીરવેગે તોફાની બેટિંગ કરતો વરસાદ જોવા મળશે.

3) આગાહી મુજબ 12 જૂને વાવણી લાયક વરસાદ પડશે તો તે પછી એક મહિના પછી 11 જુલાઈ પછી મેઘરાજા મન મૂકીને વર્ષ છે.

પણ વાંચો:- Skymet આગાહી/ ચોમાસાના 4 મહિનાની આગાહી, ચોમાસું મોડું આવશે? 2024માં કેટલો વરસાદ?

4) દસ દિવસની હેલીમાં નદીનાળા છલકાઈ જશે તેવો વરસાદ પડશે.

5) જન્માષ્ટમીના દિવસે જામો જામો તો ભાદરવા ના દિવસે ભરપૂર વરસાદ નોંધાશે.

6) 6-6-2024 અને ગુરુવારે પાંચ ગ્રોહ ભેગા થશે અને જેઠ વદનું પખવાડિયું 13 દિવસ નું છે. અને રોહિણી નક્ષત્ર ઉતરતા છેલ્લા દિવસોમાં પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂ થઈ જશે.

ચોમાસું કેવું રહશે

7) રોહિણી નક્ષત્ર પૂર્ણ થતા અને મૃગશીર્ષ નક્ષત્ર શરૂ થતાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.

8) આગાહી મુજબ 12 જુનથી વરસાદ તીર વેગે આવશે અને ઘણા વિસ્તારમાં વાવણી થઈ જાય પછી 15 જુન થી ચોમાસું નબળું પડી જશે.

9) અદ્રા નક્ષત્રમાં અમુક વિસ્તાર માં વરસાદ વર્ષી પડશે.

આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…

10) જ્યારે અષાઢ સુદ પાંચમ થી પૂનમ સુધી એટલે કે 11 જુલાઈ થી 21 જુલાઈ સુધીમાં સાર્વત્રિક વરસાદ નો રાઉંડ આવશે.

11) 11 થી 21 જુલાઈ વચ્ચે જે રાઉંડ આવશે એમાં નદી નાળા તળાવ છલકાઈ જશે.

12) જ્યારે સૂર્ય પુનઃવર્ષ નક્ષત્રમાં આવશે પછી એ અડધા નક્ષત્ર થી પુષ્ય નક્ષત્ર સુધી એક બીજો નાનો રાઉંડ આવશે.

13) જ્યારે આશ્લેષા નક્ષત્ર માં કોઈક વિસ્તારોમાં હળવો રાઉન્ડ આવી શકે.

14) જન્માષ્ટમી નજીક આવતા એટલે કે 26 ઓગસ્ટથી વરસાદનો એક મોટો રાઉન્ડ આવશે.

15) ભાદરવી એ ભરપુર વર્ષા થશે અને અમુક વિસ્તારમાં લીલા દુષ્કાળની સ્થિતિ જોવા મળશે તો કોઈક વિસ્તારમાં અતિવૃષ્ટિ પણ થશે.

આ પણ વાંચો:- વાહ, La-Nina El-Nino લાવશે શુકનવંતું ચોમાસું, આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે? – Agahi

16) જ્યારે છેલ્લે હાથીઓ નક્ષત્ર ગર્જના કરી નૈઋત્યનું ચોમાસુ વિદાય લેશે.

17) જ્યારે છેલ્લે ચિત્રા નક્ષત્રમાં માવઠું થવાની શક્યતા પણ છે.

કેટલાં વર્ષ થી આગાહી કરે છે? કેવી રીતે આગાહી કરે છે?

વર્ષોથી આકાશ દર્શનની પરંપરા છે. જેમનાં પરથી તારણ, સંભાવના અને શક્યતાઓ દર્શાવી શકાય છે. જેઓ છેલ્લા છ વર્ષથી સચોટ રીતે આગાહી કરે છે અને સાચી પડે છે. જેઓ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના રહેવાસી છે.

વરસાદ આગાહી ૨૦૨૪

Leave a Comment