શ્રાવણ ભાદરવો ભરપૂર, જાણો હવામાન વિભાગની ઘાતક આગાહી, પાંચ દિવસ અતિ ભારે

શ્રાવણ ભાદરવો ભરપૂર: ગુજરાતમાં આ વખતે ચોમાસું વહેલું આવ્યું છે અને તે ઘણા સમય સુધી નવસારીમાં જ અટવાયું હતું. પછી તે નબળો રહ્યો હતો, જ્યારે જુલાઇ મહિનામાં જ્યાં વરસ્યો ત્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

કે. કા. શાસ્ત્રીના પ્રોફેસરે જણાવ્યું કે, છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બની હતી, જે અલનીનોની અસર હતી. અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમ્સના કારણે આવે છે.

ગઇકાલે રાજ્યમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જોકે, આજે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદ અને ઉત્તર-દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચો : ખેડુતો માટે વેધર ચાર્ટ પ્રમાણે આગાહી, શું વરસાદે વિરામ લીધો? જાણો વરાપ અને નવા રાઉન્ડ અંગે માહિતી

ત્રણ સિસ્ટમ સક્રિય હોવાને લીધે રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. અરબ સાગરના ભાગોમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર ઉપર ઉત્તરમાં 20 એલ્ટીટ્યુડ પર સક્રિય થયેલું છે. તદુપરાંત દક્ષિણના ભાગો પર ઓફ શોર ટ્રફ છે. જેને કારણે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આગામી દિવસોમાં ક્યાં-કેવો વરસાદ રહેશે તેની માહિતી આપી હતી.

જ્યારે આજે સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ માટે અતિભારે વરસાદની આગાહી છે. જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ માટે ભારે વરસાદની આગાહી છે. સાથે જ આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં થંડર સ્ટ્રોમની આગાહી છે.

જ્યારે કાલથી ત્રણ દિવસ માટેની આગાહીમાં તેમણે જણાવ્યું કે, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની આગાહી અને યલો એલર્ટ છે.

શ્રાવણ ભાદરવો ભરપૂર: ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્ર-કચ્છમાં 1 જૂનથી લઈને 29 જુલાઈ સુધી 276.2 મિમી વરસાદની જરૂરિયાત હોય છે જેની સામે અત્યાર સુધીમાં 413.1 મિમી વરસાદ ખાક્યો છે. એટલે કે જરૂરિયાત કરતાં 50% વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે ગુજરાત પ્રદેશમાં એટલે કે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં 29 જુલાઈ સુધી 451.5 મિમી વરસાદની જરૂરિયાત હોય છે.

જેની સામે અત્યાર સુધીમાં 431.2 મિમી વરસાદ વરસ્યો છે એટલે કે હજુ પણ જરૂરિયાત કરતા ચાર ટકા વરસાદની ઘટના છે. ત્યારે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 18% વધુ વરસાદ નોંધાયો છે.

Leave a Comment