Low pressure Gujarat: નહીં છોડે આ ‘ડીપ ડીપ્રેશન, અંબાલાલ પટેલની ઘાતક આગાહીથી લોકોમાં ફફડાટ

Low pressure Gujarat: બંગાળની ખાડીમાં બનેલ લો પ્રેશર ગુજરાત પહોંચ્યું છે. લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. રાહતના સમાચાર એ છે કે, હાલ સૌરાષ્ટ્ર અને કચ્છ પરથી વરસાદની ઘાત ખસી ગઈ છે. ગુજરાત પર જે ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોન સિસ્ટમ ભેગી થઈ છે, તે અનેક જિલ્લાઓને રમણભમણ કરી દેશે. બંગાળની ખાડીનું લો પ્રેશર હવે ગુજરાત પહોંચી ગયું છે. પરંતું આ સિસ્ટમ સતત પોતાનો રુટ બદલી રહી છે.

આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આજે ભરૂચ અને સુરતમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ અપાયું છે. તો ભાવનગર, બોટાદ, આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટા છવાયા વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપાવામાં આવ્યું છે. અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુરમાં છુટા છવાયા વરસાદની સાથે યલો એલર્ટ અપાયું છે.

આ પણ વાંચો: ભયાનક ડીપ ડિપ્રેશન માથા પરથી થશે પસાર, 18 જિલ્લામાં ભયાનક આગાહી

ગુજરાતના માથા પર એકસાથે ચાર ખતરનાક સિસ્ટમ એક્ટિવ થઈ છે. ગુજરાતમાં પ્રવેશનાર આ ડિપ્રેશન 9 વાગ્યા સુધી સુરત પહોંચી જશે અને સુરતમાં ભયંકર વરસાદ થવાની આગાહી છે. સુરતથી આ ડિપ્રેશન આગળ વડોદરા પર જશે, જ્યાં વડોદરામાં 24 કલાક માથા પર મંડરાયેલું રહેશે. 4 સપ્ટેમ્બરના રોજ સવારે તે આગળ અમદાવાદ તરફ પ્રયાણ કરશે. ત્યાં સુધી તો બધુ રમણભમણ થઈ જશે.

આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં અતિ ભારેથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ઓફ શૅર ટ્રફ, મોનસુન ટ્રફ, શિયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. છેલ્લા 24 કલાકમાં 123 તાલુકામાં નોંધાયો સાર્વત્રિક વરસાદ. આજે રાજ્યના 18 જિલ્લામાં વરસાદની હવામાનની આગાહી

ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારો ઉપર એક ડિપ્રેશન ગુજરાતથી પસાર થશે. આ ડિપ્રેશન ગુજરાતના ક્યાંથી એન્ટ્રી કરશે, અને કયા કયા શહેરોમાંથી પસાર થશે તેના અપડેટ આવી ગયા છે. પરંતુ તેની હાલની સ્થિ જોતા આ ડિપ્રેશન વડોદરામાં ભારે તબાહી સર્જશે. વડોદરાવાસઓ ફરીથી રાડ પાડી જશે તેવો વરસાદ પડશે. વડોદરા માટે આવતીકાલનો દિવસ ભારે છે. આવતીકાલે બપોરે 2 વાગ્યાથી પરમ દિવસે સવાર 6 વાગ્યા સુધી આ સિસ્ટમ વડોદરાના માથા પર મંડરાયેલી રહેશે, જેના કારણે શહેર પર ફરી મોટો ખતરો છે.

Leave a Comment