હવે ભારે વરસાદ સાથે કયું નક્ષત્ર ચાલુ? ક્યારે વરાપ મળશે? નવરાત્રિમાં વરસાદ? નવો રાઉંડ ક્યારે? આગાહી?

આશ્લેષા નક્ષત્ર 2024: આજના આ લેખમાં આપડે જાણીશું કે હાલમાં ક્યું નક્ષત્ર ચાલુ છે? નક્ષત્ર ક્યારે બદલાશે? ખેડૂતોને વરાપ ક્યારે મળશે? નવરાત્રીમાં વરસાદ આવશે? નવો વરસાદ ક્યારે આવશે? હાલમાં નક્ષત્ર ચાલુ છે તે પછી કયું નક્ષત્ર આવશે અને તે નક્ષત્રમાં કેટલો વરસાદ પડશે તેમની માહિતી…

ખેડૂતોને વરાપ ક્યારે મળશે?

અતિ ભારે વરસાદ બાદ ગુજરાતના ખેડૂતો એક સારા વરસની રાહ જોઈ રહ્યા છે અને સૂર્યપ્રકાશની પણ રાહ જોઈ રહ્યા છે. ત્યારે દરેક ખેડૂત ભાઈઓને અને ગુજરાતના લોકોને જણાવવાનું કે આવનાર દિવસોમાં હજી સંપૂર્ણ વરાપ ની હજી કોઈ કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતના અલગ અલગ ભાગોમાં આંશિક વરાહ જોવા મળશે. આંશિક વરાપમાં ખેતીના કામો પતાવી દેવા.

નક્ષત્ર મુજબ ફરી ભારે વરસાદ આગાહી ?

એવું કહેવાય છે કે પુનઃવર્ષુ અને પુષ્પ બંને વાયલા એક વર્ષે તો બીજું વર્ષે જ, એવી જ રીતે આ વર્ષે ગુજરાત બંને નક્ષત્રમાં ભારે થી અતિ ભારે વરસાદ નોંધાયો છે. હાલમાં પુષ્પ નક્ષત્ર ચાલુ છે. આ નક્ષત્ર 1 ઓગસ્ટ 2024 સુધી ચાલશે.

આ પણ વાંચો : નક્ષત્ર સાથે સિસ્ટમ સક્રિય થતાં શુક્રવાર, શનિવાર અને રવિવારે ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગ દ્વારા

2 ઓગસ્ટ થી આશ્લેષા નક્ષત્ર ચાલુ

આશ્લેષા નક્ષત્ર 2024: સૂર્યનારાયણ ભગવાનનો આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ 2 ઓગસ્ટ 2024 ના રોજ થશે. 2 ઓગસ્ટ ના રોજ શુક્રવાર છે. 2 ઓગસ્ટ થી 16 ઓગસ્ટ સુધી આશ્લેષા નક્ષત્ર ચાલશે..

આશ્લેષણ નક્ષત્રનો વાહન કયું છે?

આશ્લેષા નક્ષત્રનું વાહન ગધેડાનું છે. વાહનો પરથી વરસાદ કેવો પડશે તેનું પણ અનુમાન લગાડવામાં આવતું હોય છે. જોકે ગધેડાનું વાહન હોવાથી વરસાદની શક્યતા આંશિક રાહત વાળી હોઈ શકે.

આશ્લેષા નક્ષત્ર પછી મઘા નક્ષત્ર શરૂ થશે.

મઘા નક્ષત્ર વિશે તમે ઘણું બધું સાંભળ્યું હશે. મઘા નક્ષત્રનું પાણી ખૂબ જ ફાયદાકારક હોય છે. મઘા નક્ષત્રનુ વાહન શિયાળ નું છે.

ગુજરાતમાં વેધર મોડેલ પ્રમાણે ત્રણ ઓગસ્ટ સુધી વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ત્રણ તારીખ પછી પણ વેધર મોડલમાં ચોમાસાને કારણે વરસાદની અપડેટ જણાઈ રહી છે. એટલે કે ચોમાસા ને કારણે વરસાદ યથાવત રહેશે.

હવામાન વિભાગ દ્વારા પણ આગામી પાંચ દિવસ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓગસ્ટ મહિનાથી વરસાદની નવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવશે ત્યાં સુધી એટલે કે 30 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

પરેશ ગોસ્વામી ની આગાહી?

અંબાલાલ પટેલ પછી ગુજરાતમાં કોઈ વરસાદની આગાહી કરતું હોય તો તે છે પરેશ ભાઈ, પરેશભાઈ દ્વારા પણ નવરાત્રીમાં વરસાદ યથાવત રહેશે તેવી આગાહી કરવામાં આવી છે, અને ખેલૈયાઓને વરસાદ નડશે તેવું તેમને આગાહીમાં જણાવ્યું છે.

આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહીથી ફફડાટ ફેલાયો, જાણો શું છે નવી આગાહી

Leave a Comment