Monsoon 2024 pridiction: 10 થી 13 જુન વચ્ચે ક્યાં વિસ્તારમાં પડશે ધોધમાર વરસાદ? જાણો પરેશ ગોસ્વામીની આગાહી

Monsoon 2024 pridiction: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. રવિવારે ગુજરાતના 14 જિલ્લાઓમાં વાવાઝોડા જેવા પવન સાથે વરસાદનું આગમન થયું હતું. તેમજ ગુજરાતમાં એક જ દિવસમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. ભરૂચમાં ભારે પવનથી ઝાડ પડતાં 3 લોકોનાં મોત થયા. તો વડોદરામાં વીજળી પડતાં એકનું મોત થયું છે. હજુ પણ 3 દિવસ વરસાદની આગાહી છે.

ત્યારે આગામી ત્રણ કલાકમાં રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાકમાં અમદાવાદ સહિત કેટલાક જિલ્લાઓમાં ઠંડર સ્ટ્રોમની આગાહી છે. જેમાં આગામી ત્રણ કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર, સુરત, તાપી, નર્મદા, વલસાડ, ડાંગ, દમણ, દાદર અને નગર હવેલીમાં ઠંડર સ્ટ્રોંમ સહિત વરસાદની આગાહી છે. 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. તો અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી છે.

આ પણ વાંચો :ખેડૂતો ઉતાવળ નહીં કરતાં, અંબાલાલ પટેલે કહી દીધું ક્યારથી સમગ્ર ગુજરાતમાં વાવણી લાયક સારો વરસાદ પડશે

ચોમાસું આવી ગયું Monsoon 2024 pridiction
ચોમાસાની રાહ જોતા લોકો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી ધીમે ધીમે ચોમાસા તરફ ગતિમાન થઈ છે. ગઈકાલે સાંજે અમદાવાદમાં વરસાદી માહોલ બાદ વહેલી સવારે પણ વાદળછાયુ વાતાવરણ છવાયું છે. વાદળછાયુ વાતાવરણના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

આજે 10 જૂને વરસાદની આગાહી
આજે પંચમહાલ, દાહોદ, સુરત, વડોદરા, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ દાદર અને નગર હવેલીમાં વરસાદની આગાહી. તો અમરેલી, ભાવનગર અને, ગીર સોમનાથમાં પણ વરસાદની આગાહી

11 જુન
અમદાવાદ,દ્વારકા,પોરબંદર,રાજકોટ,બોટાદ, ગાંધીનગર,અરવલ્લી,મહીસાગર,,ખેડા,આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,જૂનાગઢ,પંચમહાલ,નર્મદા,અમરેલી,ગીરસોમનાથ,દીવ,ભાવનગર,દાહોદ,છોટાઉદેપુર,તાપી,ડાંગ,વલસાડ, નવસારી,દમણ દાદરા નગર હવેલી માં વરસાદની આગાહી

12 જૂન
સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી

પરેશ ગોસ્વામીની આગાહી
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ચોમાસું અને પ્રીમોન્સુનની મોટી આગાહી કરી છે. તેમણે કહ્યું કે, આજે ચોમાસું મુંબઈ પહોંચે તેવી શક્યતા છે. 9થી 13 જૂન સુધી મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી છે. 14 જૂને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ આવશે. તો સૌરાષ્ટ્રના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

Leave a Comment