બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…

Monsoon 2024 : નમસ્કાર ખેડૂત મિત્રો, આકરો ઉનાળો શરૂ થતા વાવણીના વાવેતર માટે ખેડૂતો આતુરતાથી ચોમાસાની રાહ જોઈ રહ્યા છે ત્યારે વર્ષ 2024 નું ચોમાસું કેવું રહેશે તેમને લઈને આજના આર્ટીકલમાં આપણે મહત્વપૂર્ણ માહિતી જાણીશું.

  1. વર્ષ 2024 નું ચોમાસુ નોર્મલ રહેશે? 
  2. વર્ષ 2024 ના ચોમાસા દરમિયાન 96 થી 106 ટકા વરસાદ પડવાની સંભાવના
  3. બે રાઉન્ડમાં વાવણી થશે…
  4. વાવણી વચ્ચે 30 થી 35 દિવસનો ગેપ આવવાની આગાહી
  5. એક સાથે વાવણી થવા માટે જવાબદાર પરિબળો
  6. આ દરેક મુદ્દાઓ આજના આ લેખમાં જાણીશું.
૨૦૨૪ના ચોમાસા ની ચિંતાજનક આગાહી? ( Monsoon 2024 Bad news in gujarat )

સૌથી પહેલા ગુજરાત માટે ચોમાસાને લઈને ચિંતાજનક આગાહી ઉપર નજર કરીએ તો ગુજરાતના જાણીતા આગાહીકાર એવું કહે છે કે વર્ષ 2024 માં વાવણીનો એક સારો વરસાદ થઈ ગયા બાદ વચ્ચે 35 થી 40 દિવસનો એક ગેપ જોવા મળશે. એટલે કે ગુજરાતના અડધા ભાગમાં વાવણી થઈ ગયા પછી 30 થી 35 દિવસ પછી ગુજરાતના બીજા ભાગમાં વાવણીનો બીજો રાઉન્ડ જોવા મળશે.

આગાહીકારો એવું જણાવે છે કે ગુજરાત વિસ્તારની દ્રષ્ટિએ મોટું હોવાથી એક સાથે સંપૂર્ણ ગુજરાતમાં વાવણી થતી નથી. છેલ્લા ચાર પાંચ વર્ષના અનુમાન ઉપરથી એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ગુજરાતના અડધા ભાગમાં પહેલા વાવણી થાય છે અને ત્યાર પછી પાંચ 10 દિવસ પછી બીજા ભાગમાં વાવણી થાય છે. એટલે કે એક સાથે આખા ગુજરાતમાં એક જ દિવસમાં સારો વરસાદ પડતો નથી.

આ પણ વાંચો:- Gujarat વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે? 5 આગાહી કારો નું પૂર્વાનુમાન, Ambalal Patel 2024 Aagahi

સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌથી પહેલા વાવણી થાય છે ત્યાર પછી મધ્ય ગુજરાત કચ્છ અને ઉત્તર ગુજરાત ના વિસ્તારમાં વાવણીનો વરસાદ જોવા મળે છે.

વરસાદ માટે વર્ષ કેવું રેહશે? ( 2024 varsad agahi ) 

આગાહી કારોની સાથે હવામાન વિભાગ અને ખાનગી સંસ્થાઓના પ્રારંભિક અનુમાન ચોમાસાને લઈને આવી ગયા છે જે લોકોનું કહેવું છે કે આ વર્ષે ચોમાસુ નોર્મલ રહેશે. એટલે કે 95 થી લઇ અને 106 ટકા સુધીનો વરસાદ નોંધાશે, જેમને સારું ચોમાસુ કહેવામાં આવે છે.

ચોમાસાના ચાર મહિના એટલે કે જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં અલગ અલગ દિવસે વરસાદ નોંધાતો હોય છે અને એકંદરે નોર્મલ ચોમાસા માટે ચાર મહિનાનો વરસાદ ગણવામાં આવે છે.

૨૦૨૪ માં ચોમાંસું ક્યારે બેસશે? ( મોન્સૂન ૨૦૨૪ – Monsson prediction 2024 ) 

સામાન્ય રીતે ભારતમાં પહેલી જૂને કેરળમાં ચોમાસુ બેસે છે ત્યાર પછી 12 થી 15 દિવસની વચ્ચે ગુજરાતમાં ચોમાસું પહોંચે છે. એટલે કે ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત જેમાં સુરત નવસારી વલસાડ જેવા વિસ્તારમાં 15 જૂન આજુબાજુ ચોમાસુ પહોંચી જતું હોય છે અને એક સારો વાવણીનો વરસાદ થઈ જતો હોય છે.

સંભવિત ગુજરાત માં ચોમાસું ક્યારે બેસશે ?

જોકે સામાન્ય રીતે 15 જૂને ચોમાસુ ગુજરાતમાં પહોંચે ત્યારબાદ ૧૦ થી ૧૫ દિવસનો સમય ગાળો લઈ અને આખા ગુજરાતમાં ચોમાસું બેસી જતું હોય છે. જોકે આગાહીકારો એવું માની રહ્યા છે કે આ વર્ષે પણ ચોમાસું ધીમી ગતિએ અને કટકે ચાલશે. જોકે આ લાંબા ગાળાનું અનુમાન છે જેમાં ફેરફાર થઈ શકે છે.

આ પણ સમય કાઢી વાંચો:- ખેડુતો ખુશ! ચૂંટણી પેહલા ડુંગળી, કપાસ માટે ભેટ, 2000 થી વધુ ભાવ!

છેલ્લા વર્ષના આંકડાઓ ઉપર નજર કરીએ તો 12 થી લઈને 27 જુનની વચ્ચે ગુજરાતના મોસ્ટ ઓફલી જિલ્લાઓમાં ચોમાસુ પ્રસરી જતું હોય છે અને વાવણીનો એક સારો વરસાદ પડે જતો હોય છે. જોકે ઘણી વખત અરબસાગર અથવા તો બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાની અસરને કારણે એક સાથે ચોમાસુ આગળ પ્રસરતું હોય છે અને વાવણીનો સારો લાભ પણ ખેડૂતોને મળી જતો હોય છે.

વાવણી ને વાવાઝોડા અસર કરતા હોઈ છે.

અરબ સાગર કે બંગાળની ખાડીમાં વાવાઝોડા સક્રિય થાય અને એમની અસર ગુજરાત સુધી પહોંચે તો જે ધીમી ગતિએ ચોમાસુ ચાલતું હોય તેમને વેગ મળે અને વહેલી તકે વરસાદ થઈ જતો હોય છે અને વાવણી પણ ખેડૂતો કરી મુકતા હોય છે.

ગુજરાત માટે ખાનગી સંસ્થા સ્કાયમેટ અને ભારતીય હવામાન વિભાગ પોતાની દિવસેને દિવસે આગાહી બહાર પાડતી હોય છે. તેમ છતાં પણ ક્યાં સંસ્થામાં બેઠેલા નિષ્ણાંતોની આગાહી ઉપર ઘણી વખત ફેરફાર જોવા મળતો હોય છે. જ્યારે સંસ્થાઓ સિવાયના બહારના આગાહીકારોની આગાહી સચોટ નીકળતી હોય છે. તેવી જ રીતે આ વર્ષે ચોમાસુ સારા રહેવાના અહેવાલો મળી રહ્યા છે.

આગાહી નિષ્કર્ષ ૨૦૨૪ 

હવે છેલ્લે નિષ્કર્ષ પર નજર કરીએ તો વર્ષ 2024 નું ચોમાસુ સામાન્ય રહેશે 96 થી 106 ટકા સુધી વરસાદ પડવાની સંભાવના રહેશે, સાથે 1 જૂન આજુબાજુ ભારતમાં ચોમાસુ બેસશે એટલે કે કેરલમાં વાવણી થશે અને ત્યારબાદ 15 જૂન આજુબાજુ ગુજરાતમાં વાવણીની શરૂઆત થશે અને ત્યાર પછી 10 થી 12 દિવસમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વાવણી થઈ જશે અને ત્યાર પછી બીજા રાઉન્ડમાં વાવણી જોવા મળશે.

અથવા તો કોઈ વાવાઝોડા ના પરિબળને કારણે આખા ગુજરાતમાં વાવણી થઈ જશે અને ત્યાર પછી વચ્ચે એક વરસાદનો ગેપ જોવા મળશે. અને વરસાદનો ગેપ પૂર્ણ થશે ત્યાર પછી ફરીથી રાબેતા મુજબ ચોમાસુ ચાલશે. જ્યારે આખા ચોમાસા દરમિયાન અરબસાગર અને બંગાળની ખાડીમાં વાવાઝોડાની પણ આગાહીઓ આગાહી કરી છે. જ્યારે અંબાલાલ પટેલે વર્ષ 2024 ને ચક્રવાત નું વર્ષ ગણાવ્યું છે.

નોધ – વધારે સચોટ આગાહી અને માહિતી માટે આઇ ખેડુત ન્યુઝ સાથે જોડાયેલા રહેજો. ખેતીના કામો અને ઓફિસિયલી વરસાદ માહિતી માટે હવામાન વિભાગને અનુસરવું. – આભાર

Extra Tag – 2024 નું ચોમાસું કેવું રહશે? | Varsad Agahi 2024 | chomasu 2024 | વાવણી લાયક વરસાદ ક્યારે? | વાવણી તારીખ 2024 | વરસાદ અનુમાન | varsad samachar 2024 | Varsad Agahi 2024 | Ahmedabad Varsad agahi | વરસાદ કેટલો પડશે? | હવામાન વિભાગ ની આગાહી 2024 | આજે વરસાદ આગાહી

Leave a Comment