Monsoon 2025: ગુજરાતમાંથી શિયાળો ધીમા પગલે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાના આગમની ઘડીઓ ગણાઈ રહી છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનું મહત્તમ તાપમાન વધતા લોકોને બપોરના સમયે આકરની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.
હવામાન વિભાગ દ્વારા માર્ચના ત્રીજા સપ્તાહથી આકરી ગરમી પડવાની આગાહી કરવામાં આવી છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગામી ચોમાસાને લઈને મોટી આગાહી કરી છે.
હકીકતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે? તે જાણવા સૌ કોઈ ઉત્સુક હોય છે. એવામાં પરેશ ગોસ્વામીએ કસકાતરાની દેશી પદ્ધતિના આધારે આવનારા ચોમાસાની આગાહી કરતાં જણાવ્યું કે, અત્યારે કસ કાતરાનો છેલ્લો રાઉન્ડ ચાલી રહ્યો છે.
આ પણ વાંચો: કપાસના ભાવમાં સ્થિરતાનો માહોલ, જાણો આજના ભાવ
ફાગણ મહિનાની પૂનમ એટલે કે હોળી સુધી કસ કાતરા જોવા મળે છે. કસ એટલે આકાશમાં લીસોટા પ્રકારના વાદળો બંધાય છે, જે સાંજના સમયે લાલ અથવા પીળા રંગના થઈ જાય છે. આ કસ 225 દિવસ પછી વરસાદના રૂપમાં વરસતો હોય છે.
હજુ પણ આગામી 2-4 દિવસ આ પ્રકારના જ કસ જોવા મળશે. જેના આધારે એટલું ચોક્કસ માની શકાય કે, આ કસ 225 દિવસે વરસશે. એટલે કે, આ કસના કારણે આગામી ચોમાસું 2025માં નવરાત્રીથી શરદપૂનમ સુદી રહી શકે છે. આવતા વર્ષે શરદ પૂનમ સુધી સારો એવો વરસાદ વરસી શકે છે. આ પાછોતરો વરસાદ નુકસાનકારક સાબિત થઈ શકે છે.
જો કે આ માત્ર રફ અનુમાન છે. જેના આધારે માત્ર એટલું ચોક્કસ કહી શકાય કે, આ વર્ષે ચોમાસું લાંબુ ચાલી શકે છે. એટલે કે શરદ પૂનમ સુધી વરસાદ પડી શકે છે. આગામી મે મહિનામાં ચોમાસાના આગમન અને વિદાય તેમજ જિલ્લા પ્રમાણે વરસાદનો વરતારો આપવામાં આવશે.