Monsoon prediction 13 june: દેશભરમાં આકરી ગરમી વચ્ચે ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગએ સત્તાવાર માહિતી આપી હતી કે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ્યું છે.
IMDના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડથી ચોમાસાનું આગમન થયું છે. તે જ સમયે, રાજ્યના દક્ષિણ ભાગોમાં આગામી 5 દિવસ સુધી છુટા છવાયા વરસાદની સંભાવના છે.
11 જૂને ચોમાસાએ ગુજરાતમાં દસ્તક દીધી છે. રાજ્યમાં ચોમાસું સમય કરતાં 4 દિવસ વહેલું પહોંચ્યું છે. આ દરેક માટે ખુશીના સમાચાર છે, પરંતુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રવેશેલા ચોમાસા અંગે એક મહત્ત્વની આગાહી કરી છે.
આ પણ વાંચો : જગતના તાતને ચિંતામાં મૂકે એવા સમાચાર, અંબાલાલ પટેલની ચિંતાજનક આગાહી
તેમના પૂર્વાનુમાન અનુસાર, ગુજરાતમાં ચોમાસાના આગમન સાથે જ ‘મોન્સૂન બ્રેક’ની પરિસ્થિતિ સર્જાઇ શકે છે.હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં ચોમાસા અંગે માહિતી આપતાં જણાવ્યું કે, ગુજરાતમાં ચોમાસાએ સમય કરતાં 4 દિવસ વહેલું પ્રવેશ કર્યો છે.
પરંતુ કદાચ ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરતાની સાથે એક મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, તેવી પણ શક્યતાઓ છે.આ વર્ષે બેથી ત્રણ વખત મોન્સૂન બ્રેકની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સૌથી પહેલો મોન્સૂન બ્રેક અંડમાન નિકોબાર ટાપુ પર, તે પછી કેરળ અને મહારાષ્ટ્રના મુંબઇ આસપાસ પણ મોન્સૂન બ્રેક જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.
હવે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે મોન્સૂન બ્રેક થઇ શકે છે. ચોમાસું બીજા વિસ્તારોમાં આગળ વધે તે પહેલા બ્રેક લાગશે. મોન્સૂન બ્રેક લાગે એટલે જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું હોય ત્યાં ચોમાસું નિષ્ક્રિય થઇ જાય.