Monsoon session 2025 : આવનાર વર્ષનું ચોમાસુ કેવું રહેશે? જાણો કશ કાતરા પરથી ચોમાસાની આગાહી

Monsoon session 2025: શિયાળો, ઉનાળો અને ચોમાસામાં વરસાદ, તાપમાન, ઠંડી કેવી રહેશે તેનું અનુમાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતો દ્વારા કરવામાં આવતું હોય છે. હવામાન નિષ્ણાતો પ્રાચીન વિજ્ઞાન પ્રમાણે પણ અનુમાન લગાવતા હોય છે.

જેમાં ખાસ કરીને ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા ચોમાસામાં વરસાદ કેટલો થશે, ચોમાસુ કેવું રહેશે, તેની આગાહીની રાહ જોતા હોય છે. ત્યારે ચોમાસા માટેની આગાહી માટે નક્ષત્રોની સ્થિતિ, અખાત્રીજનો પવન, હોળીનો પવન, કશ કાતરાની સ્થિતિ જોવામાં આવતી હોય છે અને ત્યારબાદ અનુમાન કરતા હોય છે.

આ પણ વાંચો: ઘઉંના ભાવમાં રેકૉર્ડ બ્રેક તેજી, જાણો આજના ઘઉંના બજાર ભાવ

પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે કારતક મહિનાની શરૂઆતથી લઈ અત્યાર સુધી કશ કાતરાની વાત કરીએ તો કશ કાતરા નબળા રહ્યા છે. પણ તેનાથી ડરવાની જરૂર નથી. આમ છતા આવનારું વર્ષ સારું રહેશે.

કશ કાતરાના સંકેતો સારા નથી. કશ કાતરા તો નબળા ચોમાસાના સંકેતો આપે છે પરંતુ વર્ષ નબળુ નથી રહેવાનું. કારણ કે કશ કાતરા ઉપરાંત પણ ચોમાસાની આગાહી માટે અખાત્રીજનો પવન, ચૈત્રી દનૈયા, વૈશાખ મહિનાની વદ આઠમ, હોળીનો પવન, ઝાકળ વર્ષા પણ જોવામાં આવે છે.

ઘણા અનુમાન જોવાના બાકી છે, અનુમાન મુજબ આ બાબતો સારી જશે તેવી સંભાવના છે. જેમા ચૈત્રી દનૈયા સારા જશે તેવી સંભાવના છે. પણ માત્ર કશ કાતરાની વાત કરીએ તો નબળા ચોમાસાની સંભાવના છે.

વાવણી થોડી મોડી થવાની સંભાવના છે. નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી જૂનના અંતમાં કે જુલાઈના પ્રથમ સપ્તાહમાં સારી થવાની સંભાવના છે.

કારતક મહિનાની એકમથી ફાગણ મહિનાની પૂનમ સુધી કશ જોવાનો હોય છે. એટલે આકાશમાં લીછોટા થતા હોય એવા વાદળો થતા હોય છે. સાંજના સમયે આકાશ લાલ જોવા મળતું હોય છે. આ કશ 225 દિવસે પાકે છે. અધિક માસ આવતો હોય તો દિવસમાં વધ-ઘટ થતી હોય છે.

Leave a Comment