વાહ, La-Nina El-Nino લાવશે શુકનવંતું ચોમાસું, આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે? – Agahi

Monsoon Varsad : નમસ્કાર ગુજરાત, ચોમાસાને લઈને પ્રારંભિક અનુમાન જાહેર કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું છે કે આ વખતે ચોમાસુ સામાન્ય રહી શકે છે અને ગત વર્ષ કરતાં ચોમાસુ સારું રહેવાની આશા છે જેમના કારણો આજના આર્ટીકલમાં જાણીશું.

  • ખેડૂતો માટે ખુશ ખબર આવી
  • દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમયસર આવશે: નિષ્ણાંતો
  • જૂન જુલાઈ બાદ ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લા નીનો અને અલનીનો ની અસર
  • છેલ્લા વર્ષે આઠ જુને કેરળમાં ચોમાસું પહોંચ્યું હતું
  • આ વર્ષે ચોમાસુ ક્યારે પહોંચશે?
  • 2024 માટે હવામાન વિભાગે શું આગાહી કરી છે?

ઉનાળાની શરૂઆત થાય ત્યારબાદ ખેડૂતો ચોમાસાના પ્રારંભિક અનુમાનો અને ચોમાસુ કેવું રહેશે તેમના ઉપર ચર્ચા કરતા હોય છે. ત્યારે આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ સમયસર આવશે તેવું નિષ્ણાતો પોતાની આગાહીમાં કહી રહ્યા છે.

નિષ્ણાતોનું કહેવું છે કે જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લા નીનાની સ્થિતિ બની શકે છે જે વરસાદની દ્રષ્ટિએ સારી રહેશે જેમને કારણે ચોમાસું સારું રહેવાના અહેવાલો બહાર પાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો: બે રાઉંડ માં વાવણી, વાવણી વચ્ચે ગેપ, વાવણી તારીખ અને વરસાદની આગાહી આવી…

દિલ્હી હવામાન વિભાગ અને ભારતની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ એવા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને લઈને મહત્વપૂર્ણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જે સંભાવના મુજબ અલ ની નો અને લા નીલોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ચોમાસાના સારા અહેવાલો બહાર પાડવામાં આવ્યા છે.

હવામાન વિભાગના ( Monsoon Varsad ) રિપોર્ટ અનુસાર વર્તમાન અલ નીનો જૂન મહિનામાં નબળો પડશે અને ત્યાર પછી જુલાઈ અને ઓગસ્ટ મહિના દરમિયાન લા નીનાની પરિસ્થિતિ સર્જાશે જેમને કારણે ગત વર્ષ કરતાં આ વર્ષે ચોમાસું સારું રહેવાનો અંદાજ હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવ્યો છે.

અલ નીનો સામાન્ય રીતે દેશમાં દુષ્કાળ અને નબળા ચોમાસા સાથે સંકળાયેલ હોય છે જ્યારે લા નીના સરેરાશથી વધુ વરસાદ અને ઠંડી સાથે સંકળાયેલો હોય છે. જેના પરથી અનુમાન લગાવવામાં આવ્યો છે કે આ વર્ષે ચોમાસું સમયસર અને સામાન્ય રહેશે.

આ પણ વાંચો:- Gujarat વર્ષ 2024 નું ચોમાસું કેવું રહશે? 5 આગાહી કારો નું પૂર્વાનુમાન, Ambalal Patel 2024 Aagahi

પુણેના હવામાન શાસ્ત્રી જણાવે છે કે જૂન સુધીમાં અલ લીનો નબળો પડી જશે અને લા નીના ની શરૂઆત થવાની સંભાવના વધારે છે. જેમને કારણે સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ ના અર્થ મુજબ તીવ્ર ચક્રવાત અને વધુ વરસાદ પડશે.

હવામાન શાસ્ત્રી ના મતે અલનીનો સમાપ્ત થાય ત્યાર પછી આબોહવા પરિવર્તન હેઠળ ફેરફારો ચાલુ રહે છે. તેમની આગાહી દરમિયાન ગરમીનું પ્રમાણ વધારે લોકોને પરેશાન કરી શકે છે.

Monsoon Varsad – ચોમાસા અંગે હવામાનના ભૂતપૂર્વ ડીજે ડોક્ટર કે. જી. રમેશે જણાવ્યું હતું કે આ વર્ષે જૂન જુલાઈ સુધીમાં લા નીના ની રચના પૂરી થવાની સંભાવના છે આ કારણે ગત સિઝન કરતા ચોમાસુ સારું રહશે.

આ પણ સમય કાઢી વાંચો:- ખેડુતો ખુશ! ચૂંટણી પેહલા ડુંગળી, કપાસ માટે ભેટ, 2000 થી વધુ ભાવ!

2023 ના ચોમાસા દરમિયાન 820 એમએમ વરસાદ થયો હતો જે સામાન્ય વરસાદ 868 એમએમ કરતા ઓછો છે. છેલ્લા વર્ષે આઠ જૂને કેરળમાં ચોમાસુ પહોંચ્યું હતું અને મોડું ચોમાસું આવ્યું હતું. સામાન્ય રીતે ચોમાસુ પહેલી જૂને કેરળમાં પહોંચે છે.

જ્યારે છેલ્લા વર્ષે biporjoy વાવાઝોડા એ પણ તેની ગતિ ધીમી કરી હતી. અને ઓગસ્ટ મહિનામાં પણ ઓછો વરસાદ પડ્યો હતો. જોકે આ વર્ષે સારો વરસાદ પડવાના અહેવાલો સાથે સમયસર પહોંચવાની આગાહી નિષ્ણાતો જણાવે છે.

EXTRA TAG – imd ahemdavad | varsad agahi | monsoon 2024 | aajna varsad samachar | 2024 nu chomasu kevu rehshe ? | હવામાન વિભાગ આગાહી ૨૦૨૪ | વરસાદ ક્યારે આવશે? ૨૦૨૪ માં | ચોમાસું 2024 આગાહી | હવામાન વિભાગ આગાહી ૨૦૨૪ | વરસાદ 2024 | aajna khedut samachar

Leave a Comment