ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી:રાજ્યમાં ચોમાસાની વિદાય વેળાએ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આજે બપોરે બાદ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
આવામાં હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આજે બુધવારે બપોરે 4 વાગ્યાથી લઇને સાંજે 7 વાાગ્યા સુધીની આગાહી સામે આવી છે. જેમાં 8 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે 15 જિલ્લામાં ઓેરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
મિત્રો ભારતમાં ચોમાસું હવે નબળું પડવા લાગ્યું છે. પરંતુ આ વખતે ચોમાસુ જવામાં વાર લાગી રહી છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસુ રાજસ્થાન, પંજાબ, હરિયાણાના કેટલાક ભાગોમાંથી જઈ ચૂક્યું છે.
દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારમાં વરસાદ ઓછો થઈ ગયો છે. પરંતુ બંગાળની ખાડીમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન બનવાથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ફરીથી એક્ટિવ થઈ રહ્યું છે.
જેનાથી સમુદ્રી કાંઠા વિસ્તારોમાં 70થી 90 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે.
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં આગામી 2 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા છે.દિલ્હીમાં પણ ઉકળાટથી રાહત મળશે. મહારાષ્ટ્ર, અને પશ્ચિમ બંગાળમાં પણ વરસાદ પડી શકે છે.
આ વખતે એક જૂનથી 23 સપ્ટેમ્બર સુધીમાં 880.8MM વરસાદ પડ્યો છે જે સામાન્ય રીતે 837.7MM હોય છે. આ વખતે ચોમાસુ 6 ઓક્ટોબર સુધીમાં વાપસી કરશે.
આ પણ વાંચો: બંગાળની ખાડીમાં સર્જાશે સિસ્ટમ, ગુજરાતના આ વિસ્તારને ઘમરોળી નાખશે, જાણો આગાહી
આ રાજ્યોમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગના જણાવ્યાં મુજબ ગોવા,કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશમાં 25થી 27 સપ્ટેમ્બર વચ્ચે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.
કેરળ અને માહેાં 25-29 અને 30 સપ્ટેમ્બર સુધીમાં વરસાદ પડશે. ગુજરાતમાં 25થી 28 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડી શકે છે. આગામી 2-3 દિવસ પશ્ચિમ બંગાળના 11 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે.
ઓડિશાના 20 જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. બિહારમાં આગામી 3 દિવસ સુધી સારો વરસાદ પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એક્ટિવ હોવાના કારણે ઉત્તરાખંડમાં મોસમ કરવટ લઈ રહ્યું છે. મંગળવારે પહાડી વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો.

આજે પણ પ્રદેશના કુમાઉના પહાડોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આ વિસ્તાર માટે યલ્લો એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલમાં 3 દિવસથી હવામાન શુષ્ક છે.
આજે શિમલા, સોલન, સિરમૌરમાં ભારે વરસાદનું એલર્ટ છે. આજે અને કાલે 6 જિલ્લામાં આંધી તોફાન આવી શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પડશે. હિમાચલમાં આ વખતે સામાન્ય 723.10 મિમીથી ઓછો ફક્ત 573.70 મિમી વરસાદ પડ્યો છે.
ગુજરાતમાં આગાહી
શીયર ઝોનના કારણે રાજ્યમાં વરસાદ છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ 26-27 અને 28 સપ્ટેમ્બરે અમદાવાદમાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટ છે.
આજે ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, નર્મદા, સુરત અને, તાપીમાં યેલો અલર્ટ અપાયું છે. નવસારી, ડાંગ, વલસાડ અને, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.
26 સપ્ટેમ્બરે અમદાવાદ, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ અને, નર્મદામાં યેલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી. અમરેલી, ભાવનગર, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નોંઘનીય છે કે, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થવાની શરૂઆત થઇ ગઇ છે. તો બીજી બાજુ રાજ્યમાં પાંચ દિવસ સૌરાષ્ટ્ર, દક્ષિણ સહિત ગુજરાતનાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.