Mugashirsha Nakshatra 2024: આજથી વરસાદનું મૃગશીર્ષ નક્ષત્ર શરૂ, લોકવાયકા, વાવણી ક્યારે ? કેટલો વરસાદ જાણો તમામ માહિતી

Mugashirsha Nakshatra 2024: ભારતીય કેલેન્ડર પ્રમાણે દર વર્ષે વરસાદના નક્ષત્રો પરથી ચોમાસુ કેવું રહેશે તેમનું અનુમાન લગાવવામાં આવતું હોય છે. સાથે ક્યાં નક્ષત્રમાં કેટલો વરસાદ પડે તેની માહિતી પણ મળતી હોય છે. આજે આપણે વરસાદના મુર્ગશીર્ષ નક્ષત્ર વિશે માહિતી મેળવીશું.

સૂર્ય જ્યારે મુગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે દેશમાં વરસાદની શરૂઆત થાય છે, પરંતુ વિધિવત રીતે ચોમાસાની શરૂઆત સૂર્ય જ્યારે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરે ત્યારે થાય છે.

આ વર્ષે સૂર્ય 07/06/2024 ને શુક્રવારે મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે અને 20/06/2024 સુધી સૂર્ય મુર્ગશીર્ષ નક્ષત્રમાં રહેશે. આ મુર્ગશીર્ષ નક્ષત્રનું વાહન શિયાળ છે.

લોકવાયકા:
‘’મગશરા વાયા તો આદ્રા મે આયા
વર્ષે આદ્રા તો બારેમાસ પાધરા”

લોકવાયકા મુજબ, મગશરા વાયા તો આદ્રા મેં આયા, એટલે કે મગસરા નક્ષત્રમાં વરસાદ પડે, ગરમી બફારો થાય, તો તે પછીના આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ વરસે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં મુર્ગશીર્ષ નક્ષત્રમાં વાવણી લાયક વરસાદની શક્યતા જોવા મળતી હોય છે.

મૃગશીર્ષ નક્ષત્ર, 7 જૂનના રોજ શુક્રવાર ચંદ્ર નક્ષત્ર-આદ્રા, વાહન શિયાળ, સંયોગિયું છે. વરસાદનાં મધ્યમ પ્રારંભ થાય

આદ્રા નક્ષત્ર, 21 જૂનના રોજ શુક્રવાર, ચંદ્ર નક્ષત્ર-મૂળ વાહન મોળ, સંયોગિયું છે. સારા વરસાદની શરૂઆત થાય.

પુનર્વસુ નક્ષત્ર, 5 જુલાઇના રોજ શુક્રવાર, ચંદ્ર નક્ષત્ર આદ્રા. વાહન હાથી. મધ્યમ વરસાદનો પ્રારંભ થાય

પુષ્યનથાત્ર 19 જુલાઈના રોજ શુક્રવાર ચંદ્ર નક્ષત્ર-મૂળ, વાહન દેડકો સંયોગિયું છે ઘણી જગ્યાએ મેઘગર્જના સાથે અતિવૃષ્ટિના સંકેત

આરલેષા નક્ષત્ર, 2 ઓગસ્ટના રોજ શુક્રવાર, ચંદ્ર નક્ષત્ર-પુનર્વસુ વાહન ગધેડો મધ્યમ વરસાદ રહે

મઘા નક્ષત્ર રાશિ ૧૬ ઓગસ્ટના રોજ શુક્રવાર ચંદ્ર નક્ષત્ર પૂર્વાષાઢા. વાહન અશ્વ સંયોગિયું છે છૂટોછવાયો સારો વરસાદ રહે.

પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર,૩૦ ઓગસ્ટના રોજ શુક્રવાર, ચંદ્ર નક્ષત્ર પુર્નવસુ વાહન ઉંદર મધ્યમ વરસાદ થાય.

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 13 સપ્ટેમ્બરના રોજ શુક્રવાર ચંદ્ર નક્ષત્ર-પૂર્વાષાઢા. વાહન હાથી. ઘણી જગ્યાએ મેઘગર્જના થાય. નદી નાળા છલકાય.

આ પણ વાંચો : ગુજરાતમાં આ તારીખથી પડશે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ

હસ્ત નક્ષત્ર, 26 સપ્ટેમ્બરના રોજ ગુરુવાર ચંદ્ર નક્ષત્ર-પુષ્ય વાહન મોર સારો વરસાદ થાય.

ચિત્રા નક્ષત્ર,10 ઓક્ટોબરના રોજ ગુરુવાર, ચંદ્ર નક્ષત્ર-પૂર્વાષાઢા વાહન ભેંસ પવન સાથે અતિવૃષ્ટિના સંકેત

સ્વાતિ નક્ષત્ર, 25 ઓક્ટોબરના રોજ બુધવાર ચંદ્ર નક્ષત્ર-પુનર્વસુ વાહન શિયાળ છૂટાછવાયા વરસાદની શક્યતા

ચંદ્રનું નક્ષત્ર અને વાહનને આધારે કેવો વરસાદ પડશે તેના સંકેત મળે
જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યદેવના જુદા જુદા 11 નક્ષત્રમાં પ્રવેશ, વાહન, ભ્રમણને આધારે સારા-નરસા વરસાદનો વસ્તારો કાઢવામાં આવે છે. વિશેષ કરીને સારા વરસાદના આરંભ માટે આદ્રા નક્ષત્ર પર ભાર મૂકવામાં આવે છે.

તેમ છતાં જૂન માસના આરંભ એટલે કે મૃગશીર્ષ નક્ષત્રથી જ વરસાદના નક્ષત્રનો આરંભ થાય છે એવો મત જ્યોતિષીઓ આપે છે. સૂર્યદેવનો વિવિધ નયક્ષેત્રમાં પ્રવેશ, ચંદ્રનું નઘાત્ર અને વાહનને આધારે કેવો વરસાદ પડશે તેના સંકેત મળે છે સૂર્યદેવ 7 જૂનના રોજ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ કરશે

ચાલુ વર્ષે 7 જૂનના રોજ મૃગશીર્ષ નક્ષત્રમાં પ્રવેશ થશે અને અંતે 23 ઓક્ટોબરે સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. ત્યાં સુધીના 11 નક્ષત્રોમાં સારો નરસો વરસાદ પડશે આદ્રા

પ્રવેશ કળમાં શુક્રવારે 21 જૂનના રોજ રાત્રિએ 12.08 વાગ્યે સૂર્યદેવ ધનના ચંદ્રમાં, મૂળ નહાત્રમાં શુકલ યોગમાં બવ કરણમાં આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ સમયે

વાહન મોરનું છે. ઉદ્દતિ લગ્ન ધન છે. લગ્ન શુભ ગ્રહનું છે તિથિ શુભ છે. યોગ શુક્લ (શુભ) છે. વાર શુભ ગ્રહ છે. લગ્નેશ શનિ લગ્નમાં સ્વગૃહી બનીને રહેલો છે. આ નક્ષત્રમાં સારા વરસાદની શરૂઆત થવાના સંયોગ સર્જાયા છે

Leave a Comment