Nowcast announced: આગામી ત્રણ કલાક અતિ ભારે વરસાદની આગાહી, નાઉકાસ્ટ જાહેર

Nowcast announced: ગુજરાતના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જામી છે. છેલ્લા કેટલાય દિવસોથી કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા, તો ક્યાંક પૂર અવ્યા અને ક્યાંક સારો વરસાદ થયો. ત્યારે આ હવામાન વિભાગની આગામી 3 કલાક માટે વરસાદની આગાહી સામે આવી છે. હવામાન વિભાગે નાઉકસ્ટ જાહેર કર્યું.

જણાવી દઈએ કે ઓગસ્ટ મહિનાની શરૂઆતથી ગુજરાતમાં વરસાદની સિસ્ટમ ફરી સક્રિય થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 2થી 4 ઓગસ્ટ સુધી વરસાદ ગુજરાતને તરબોળ કરશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી દમદાર વરસાદ થશે. હવામાન વિભાગે જણાવ્યું કે રાજ્યમાં 2 ઓગસ્ટથી ફરી વરસાદી સિસ્ટમ સક્રિય થશે.

આ પણ વાંચો :સિસ્ટમ ઉપર સિસ્ટમ, ફરી નવા મહિને ભૂક્કા, હવામાન, નક્ષત્ર અને અંબાલાલ પટેલની આગાહી

Nowcast announced: 2 થી 4 ઓગસ્ટ અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આવતીકાલથી ફરી વરસાદી સિસ્ટમ બનશે જેના કારણે 2 થી 4 ઓગસ્ટના રોજ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડ, તાપી, દમણમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

3 થી 4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં 3 ઓગસ્ટથી 4 ઓગસ્ટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા, ભરૂચમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સુરત, ડાંગ, નવસારીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. તો વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Leave a Comment