Paresh Gauswami today prediction: હાલ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે, જ્યારે કોઈ વધારે વરસાદ નોંધાઈ રહ્યો નથી.
આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં હાલની હવામાનની સ્થિતિ અને વરસાદને લઈને આગાહી કરી છે.
તેમણે જણાવ્યું કે, પવનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે. સાથે જ તાપમાન પણ ઊંચું આવ્યું છે. રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં તાપમાન 32થી 34 ડિગ્રી સુધી પહોંચ્યું છે.
સાથે જ ભેજ સતત ઘટી રહ્યો છે. હાલના તાપમાનમાં ઘણી જગ્યાએ ઉનાળા જેવો પણ અહેસાસ થતો હશે
આ પણ વાંચો : બંગાળની ખાડીમાંથી આવશે વાવાઝોડુ, મહિનાના છેલ્લા અઠવાડિયે દે ધનાધન
હાલ ગરમી, ઉકળાટ અને તાપમાન વધ્યા છે, તેમાં અત્યારે કોઈ રાહત મળે તેવી કોઈ શક્યતાઓ નથી. 8-10 દિવસ તો આવું ચાલશે.
જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં થોડી રાહત મળશે. 15 તારીખ સુધી પવનની ગતિ આવી જ જોવા મળશે. જે બાદ તેમાં ઘટાડો થઈ શકે છે
છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે. બે-ત્રણ દિવસમાં ઘણી જગ્યાએ છૂટાછવાયા ઝાપટાં નોંધાયા છે.
ભેજ ઘટવાને કારણે અત્યાર સુધી જે વરસાદી ઝાપટાં પડતાં હતાં તેમાં પણ હવે બ્રેક લાગી જશે. હમણાં વરસાદની શક્યતાઓ નથી.
જો કોઈનું પાક સુકાતું હોય અને પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું. કેમ કે, હમણાં રાહ જોવાથી કોઈ ફાયદો નથી. હમણાં વરસાદ આવવાની કોઈ શક્યતા દેખાતી નથી.
અત્યારે પાકિસ્તાન, રાજસ્થાન અને કચ્છના ભાગો પર એન્ટી સાયક્લોન જેવી સ્થિતિ છે. જેના કારણે બંગાળની ખાડીની સિસ્ટમો મધ્યપ્રદેશ થઈને ગુજરાત આવી જોઈએ, તે ગુજરાત સુધી પહોંચી શકતી નથી.
હાલ ચોમાસાની વિદાય થઈ નથી અને કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ થઈ નથી. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની વિદાયની શરૂઆત થઈ નથી.
સપ્ટેમ્બર મહિનામાં ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થાય તેવી શક્યતા હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે. હજુ વરસાદના એક-બે રાઉન્ડ આવી શકે છે.