જયપ્રકાશ માઢકેની આગાહી: ગુજરાતમાં જૂલાઈ માસમાં સારો વરસાદ પડી ગયા પછી હાલ વરસાદે વિરામ લીધો હોય એવુ લાગે છે. આજે સૌના મનમાં એ પ્રશ્ન છે કે હવે ફરી સારો વરસાદ આવશે કે કેમ?
આ અંગેની સંભાવના બાબત જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માઢકે જણાવ્યુ હતુ કે તા.૧૬મી જુલાઈથી ૩૧મી જુલાઈ દરમિયાન સૂર્યની આગળ શુક્ર તથા પાછળ ગુરુ હોવાથી ખૂબ સારો વરસાદ થયો હતો.
આ અંગે શ્લોક છે કે સૂર્યાગ્રે ચ યદા શુક્ર સ્તદા વૃષ્ટિ :સુશોભના, વારીપૂર્ણા મહીં કૃત્વા પશ્ચાત્ સંચરતે ગુરુ: એટલે કે સૂર્યની આગળ શુક્ર હોય અને પાછળ ગુરુ હોય તો પૃથ્વી જળથી પૂર્ણથાય છે. હવે આવુ થાય છે ખરુ? તો આગામી ૧૫મી ઓગસ્ટથી ૨૪મી ઓગસ્ટ વચ્ચે ફરી આવુ બને છે.
આ પણ વાંચો : કપાસના ભાવમાં તેજીનો માહોલ, જાણો આજના કપાસના ભાવ
જયપ્રકાશ માઢકેની આગાહી: 15મી ઓગષ્ટથી 24 ઓગષ્ટ વચ્ચે ફરી સારો વરસાદ થવાની સંભાવના છે. આઈ.એમ.ડી.ના કહેવા પ્રમાણે પણ આ દિવસોમાં મોન્સૂન ટ્રફ પોતાની સામાન્ય પોઝિશનમાં રહેવાની અને તે ગંગાનગરથી પ્રયાગરાજ થઈ ને ઉત્તર બંગાળની ખાડી સુધી જશે તેથી ઉત્તરી અરબ સાગર તથા બંગાળની ખાડીથી ભેજની આપૂર્તિથવાથી ગુજરાત, રાજસ્થાન, પૂર્વી મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં 15 ઓગસ્ટથી 22 ઓગસ્ટ વચ્ચેસામાન્યથી અધિક વરસાદની સંભાવના છે.
જ્યારે દેશના અન્યભાગોમાં સામાન્ય વરસાદ થશે અને લદાખ, ગીલગીટ બાલ્ટીસ્તાન, જમ્મુ કાશ્મીર, હિમાચલ, ઉત્તરાખંડ અને દ.તટીય મહારાષ્ટ્ર, તટીય કર્ણાટક, તટીય કેરળ, દ.ઓરિસ્સા, દક્ષિણ છત્તીસગઢ, વિદર્ભ અને કેરળમાં વરસાદની ગતિવિધિ સામાન્યથી કમ જોવા મળવાની શક્યતા છે.

ભારતીય હવામાન વિભાગના તાજેતરના ડેટા અનુસાર, દેશમાં 1-7 ઓગસ્ટ દરમિયાન 92.1 મીમી વરસાદ નોંધાયો હતો જે આ સમયગાળા માટે સામાન્ય માનવામાં આવતા 63.8 મીમી હતો.
તમામ પ્રદેશોમાં, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ કરતા ઉત્તર-પશ્ચિમ હવામાનશાસ્ત્રીય પેટા વિભાગમાં તેના લાંબાગાળાનાં સરેરાશની સામે આ મહિનાના પ્રથમ સપ્તાહમાં સૌથી વધુ 68 ટકા વધુ 84.2 મીમી વરસાદ નોંધાયો છે, જે સામાન્ય રીતે ૫૦ મીમી
વરસાદ પડતો હોય છે.