Predictions by Ambalal and Paresh Goswami: હવે વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ, જાણો અંબાલાલ અને પરેશ ગોસ્વામીની આગાહી

Predictions by Ambalal and Paresh Goswami: ગુજરાતમાં આખરે મેઘો જમાવટ કરી રહ્યો છે. ગુરુવારે સવારથી રાતના 8 વાગ્યા સુધીમાં રાજ્યના 50 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ અરવલ્લીના મોડાસામાં સવા 3 ઈંચ તો છોટાઉદેપુરના સંખેડામાં પોણા બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો. ગુજરાતમાં હવે ચોમાસાનો ખરો રાઉન્ડ જોવા મળશે. હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

આ પણ વાંચો : અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય, જાણો આગામી 7 દિવસ કેવું હવામાન ?

22થી 26 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસશે. તો સૌરાષ્ટ્રના જિલ્લાઓ પાણીથી તરબોળ થશે.

અંબાલાલ પટેલની મોટી આગાહી
ગુજરાતમાં ધીમે-ધીમે વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે. ત્યારે આગામી 24થી 27 ઓગસ્ટ વચ્ચે ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. તેમણે સુરત અને ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં એક-બે નહીં પરતું 10 ઈંચ જેટલો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે. તો ઉત્તર ગુજરાતના જિલ્લામાં અને પંચમહાલ, વડોદરામાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીની આગાહી
ગુજરાતમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ જામવાની હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લામાં ભારે વરસાદ વરસશે. અમરેલી, જૂનાગઢ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો તારીખ 24 અને 25 તારીખે અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. આગાહી મુજબ, સમગ્ર ગુજરાતમાં બે દિવસ અતિભારે વરસાદ થશે. લાંબા સમયના વિરામ પછી હવે ગુજરાત ભરમાં ફરીથી વરસાદી માહોલ જામવાનું શરૂ થયું છે.

હવામાન વિભાગની આગાહી
આગાહીકારો સાથે હવામાન વિભાગે પણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે. આગામી 6 દિવસ ગુજરાતમાં વરસાદની હવામાનની આગાહી છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ અનુસાર, ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદ આવશે. આજે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Leave a Comment