Rain and storm forecast: રાજયના 35 જીલ્લામાં બે દિવસ વરસાદ અને વાવાઝોડાની આગાહી, જાણો હવામાન ખાતાની નવી આગાહી

Rain and storm forecast: હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 11 થી 13 મે, 2025 દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ સાથે વીજળી અને પવનની તીવ્ર ગતિ જોવા મળવાની સંભાવના છે. ખાસ કરીને રાજકોટ, જામનગર અને કચ્છ સહિત કુલ 35 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

12 મેના રોજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે.

સાથે જ 12 મી ના રોજ , સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર તથા સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં પણ યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે

13 મેના રોજ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી તેમજ દમણ અને દાદરા વિસ્તારમાં છૂટાછવાયા હળવા વરસાદની શક્યતા છે.

બીજી તરફ 13 તારીખે , અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જેવા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હવામાન શુષ્ક રહી શકે છે.

Leave a Comment