Rain forecast monsoon: ગુજરાતમાં ક્યારે થશે કમોસમી વરસાદ કે આવનારું ચોમાસું કેવું રહેશે આ તમામ બાબતોના પૂર્વાનુમાન હવામાન નિષ્ણાંતો દર્શાવતા હોય છે. ટૂંકા ગાળાના હવામાનની આગાહી સાથે કમોસમી વરસાદ કે ઠંડી અને ગરમીના પણ દાવા કરવામાં આવતા હોય છે. પરંતુ આ આગાહી કેવી રીતે કરવામાં આવે છે એ સવાલ પણ થતો રહેતો હોય છે.
પહેલાથી જ વરસાદ અને ગરમી-ઠંડીની આગાહી કરવાને લઈને મહત્વના ફાયદા થતા હોય છે. ખાસ કરીને ખેડૂતોને વિશેષ ફાયદો થતો હોય છે. ચોમાસું સારુ જવાથી લઈને કમોસમી વરસાદની આગાહીને ધ્યાનપૂર્વક નોંધ પર ખેડૂતો રાખતા હોય છે. ખેડૂતોને સારા કે નબળા ચોમાસાની મળતી આગાહીને લઈ એ પ્રકારે માનસીક રીતે તૈયારી કરી ખેતી કરવાથી તે મદદરુપ નિવડે છે.
હવામાન નિષ્ણાંતો પાસે કુદરતે આપેલી સૂઝ અને તેમના અનુભવના આધારે કરવામાં આવતા અવલોકનના આધારે તેઓ સચોટ આગાહી કરતા હોય છે. અનેકવાર ખરા ઉનાળાની ગરમી કે ઠંડીના સમયમાં પણ વરસાદની આગાહી સાંભળવા મળે છે. ખેડૂતોથી લઈ સૌ કોઈ આગાહીને લઈ ચિંતા અનુભવતા હોય છે. જોકે અગાઉથી આગાહીને લઈ વરસાદથી થનારા નુક્સાનને ટાળવામાં મદદ મળતી હોય છે. એટલે વરસાદ વરસવાના દાવા કરનારા હવામાન નિષ્ણાંતો પ્રત્યે ખેડૂતો સહિત સૌનો વિશ્વાસ વધતો જતો હોય છે.
હવામાન નિષ્ણાંતો મોટેભાગે અલ નીનો અને લા નીનો આધારે ટૂંકા ગાળા અને લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. જે ઉષ્ણ કટિબંધીય પ્રશાંત મહાસાગરના ભૂમધ્ય ક્ષેત્રમાં દરિયાઈ તાપમાન આધારે અવલોકન કરીને આગાહી કરવામાં આવતી હોય છે.
અલ નીનો અને લા નીનો એટલે શું?
તમને હવે એ સવાલ થશે કે, અલ નીનો અને લા નીનો શું છે કે, જેના આધારે હવામાન નિષ્ણાંતો આગાહી કરતા હોય છે. અલ નીનો અંગે સૌથી પહેલા સમજી લઈએ. જે ઉષ્ણકટિબંધ પેસિફિક મહાસાગારમાં વિષુવવૃત્તીય પ્રદેશમાં સમુદ્રના તાપમાન તેમજ વાતાવરણની પરિસ્થિતિઓમાં થતા ફેરફાર માટે જવાબદાર દરિયાઈ ઘટનાને ‘અલ નીનો’ કહેવાય છે.
જ્યારે લા નીનાની અસર વિશે જાણીએ તો તે, ચક્રવાતને પણ અસર કરે છે. તે તેની ગતિ સાથે ઉષ્ણકટિબંધીય ચક્રવાતોની દિશાને બદલી શકે છે. જેના કારણે ઉત્તર ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયામાં ખૂબ જ ભેજવાળી સ્થિતિ સર્જાતી જોવા મળે છે. તેની સ્થિતિ ઈન્ડોનેશિયા અને તેના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ વરસાવી શકે છે. તો વળી તેને લઈ ઇક્વાડોર અને પેરુમાં દુષ્કાળ જેવી સ્થિતિ પણ સર્જાઇ શકે છે. આટલું જ નહીં લા નીનોની આ અસર ઓસ્ટ્રેલિયામાં પૂરની શક્યતાઓ લાવી શકે છે. ‘લા નીના’ વડે સામાન્ય રીતે ઉત્તર-પશ્ચિમમાં હવામાન ઠંડુ અને દક્ષિણ-પૂર્વમાં હવામાન ગરમ રહે છે.
આ બે ગુજરાતી હવામાન નિષ્ણાંતો જાણીતા
ગુજરાતમાં હાલમાં બે હવામાન નિષ્ણાંતો ખૂબ જ જાણીતા છે. જે બંનેના નામ ટીવી,સમાચારપત્રો,ડિજિટલ માધ્યમ અને સોશિયલ મીડિયામાં ખૂબ જ જાણીતા છે. જેમાં એક નામ છે અંબાલાલ પટેલ અને બીજા પરેશ ગોસ્વામી. આ બંને હવામાન નિષ્ણાંતો મોસમ અને કમોસમી વરસાદ જ નહીં પરંતુ ઠંડી અને ગરમીને લઈને પણ આગાહી કરતા હોય છે. તેઓની હવામાન આગાહી અનેકવાર સચોટ હોવાનું પણ લોકોએ સ્વીકાર કર્યો છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, કારતક મહિનાની એકમથી લઈ 18 જાન્યુઆરી સુધીમાં કશ કાતરાનું પ્રમાણ નબળું રહ્યું છે. એટલે સંકેતો સારા નથી. અત્યાર સુધી કશ કાતરા થવા જોઈએ તેવા થયા નથી. બે વખત કશ કાતરા થયા હતા. તેમ છતાં ચોમાસું નબળું નથી થવાનું કારણ કે કશ કાતરા સિવાય પણ અનેક પરિબળ જોવાના હોય છે. ઝાકળ વર્ષા, હોળીનો પવન, અખાત્રીજનો પવન જોવાનો હોય છે. બીજા પરિબળો જોવાના બાકી છે










