Rainfall forecast of two forecasters: રમણીક વામજા અને જયપ્રકાશ માઢકે કરી મોટી આગાહી, નદી નાળા છલકાશે, પુર આવશે

Rainfall forecast of two forecasters: અમરેલીનાં લીલીયા મોટાનાં જ્યોતિષ જયપ્રકાશ માઢકે
જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં ખૂબ વરસાદ પડ્યો સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં હજૂ બે ત્રણ દિવસ વરસાદી માહોલ ચાલુ રહેશે.

બંગાળની ખાડીમાંથી બેક ટુ બેક નવી સીસ્ટમો આવી રહી છે અને નવુ લો પ્રેશર તૈયાર થઈ ને ગુજરાત તરફ આવી
રહ્યુ છે. પરિણામે આ રાઉન્ડ પૂરો થયા પછી એકાદ બે દિવસને બાદ કરતા 1 ઓગસ્ટ સુધી રસાદમાં કન્ટીન્ઈટી જોવા મળશે અને આ વખતે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ થશે. આ અઠવાડિયામાં સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, વડોદરામાં વરસાદ જોવા મળે એવી શક્યતા છે.

આ પણ વાંચો: આજે જીરુના ભાવમાં ઉછાળો, જાણો આજના જીરૂના બજાર ભાવ

Rainfall forecast of two forecasters: જૂનાગઢના આગાહીકાર રમણીક વામજાએ જણાવ્યું હતું કે ૧૯મી જુલાઈ પુષ્ય નક્ષત્ર બેઠુ અને તેનું વાહન દેડકો છે, જેમાં સર્વત્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો છે. અષાઢ સુદમાં આકાશ પંચરંગી વાદળા હોવાથી ચોમાસાના યોગ
સારા છે.

૨૮મી જુલાઈ સુધી જામનગર, પોરબંદર, રાજકોટ,ગુજરાતમાં સારો વરસાદ થશે. ખગોળ વિદ્યાનાં આધારે ૨૮મી જુલાઈ સુધી સારો વરસાદ પડશે. ભાદર ડેમમાં નવા નીર પણ આવશે.

તા.૨૯મી જુલાઈને અષાઢ વદ ૯નાં સોમવારનાં દિવસે ખેતપાકોનું ઉત્પાદન સારૂ થાય. આ વર્ષ વિછુડો વધારે હોવાથી ગાજવીજ ગરમીનું પ્રમાણ વધારે રહેશે. ખગોળ વિદ્યા, આકાશી કસનાં આધારે જોત્તા હવે સારા વરસાદની સંભાવના છે.

Leave a Comment