બે સિસ્ટમ સક્રિય થઈ: ગુજરાતમાં આજે સવારથી જ મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. આ સાથે સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની પણ આગાહી કરી છે. આજે સવારે 12 વાગ્યા સુધીમાં એટલે કે 6 કલાકમાં 139 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
અમદાવાદ, હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક, રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે, ઓફશોર ટ્રફ સાઉથ ગુજરાત પર છે અને અન્ય સાઉથ વેસ્ટ રાજસ્થાન પર લો પ્રેશર બનેલું છે જેના કારણે આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. એટલે કે, આજે આ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે.

બે સિસ્ટમ સક્રિય થઈ: આગામી બે દિવસ દરમિયાન સમગ્ર રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાતમાં ઑફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદની સ્થિતિ સર્જાઈ છે
આ સાથે આજે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપીમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આ પણ વાંચો : ખેતિકર્યો પતાવી લેજો મિત્રો, બંગાળની ખાડીમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય, જાણો આગાહી
રામાશ્રય યાદવે રવિવાર માટે હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યુ કે, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
હવામાન વિભાગે સોમવાર માટે આપેલી માહિતી પ્રમાણે, સુરત, નવસારી, વલસાડ, દમણ, ડાંગ, તાપી અને દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, બે દિવસ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે માછીમારો માટે ત્રણ દિવસની ચેતવણી આપવામાં આવી છે.