Ramnik vamja and ambalal: રમણીકભાઈ વામજા અને અંબાલાલ પટેલની આગાહી ગુજરાત પર અતિ ભારે વરસાદ ની સિસ્ટમ સક્રિય થશે

Ramnik vamja and ambalal: અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે હજી દેશનાં ઘણા ભાગોમાં વરસાદની સ્થિતિ બરાબર નથી અને અછત છે. દક્ષિણ ગોળાર્ધના પરિબળો નબળા છે.

હિંદ મહાસાગરમાં કંઈક અંશે વાદળો બને, અરબી સમુદ્રમાં ભેજવાળા પવનો ફુંકાઈ, બંગાળના ઉપસાગરમાં તા.૨૬ આસપાસ, તા.૩૦ જુલાઈ આસપાસ અન્ય પાંચ ઓગસ્ટ આસપાસ હવાના દબાણ વચ્ચે જેના લિધે ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે.

તા.૨૯-૩૦ જુલાઈમાં મધ્ય ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગરના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે. પશ્ચિમ સૌરાષ્ટ્ર અને રાજકોટના ભાગમાં પણ વરસાદની શક્યતા રહે. કચ્છનાં ભાગમાં પણ ભારે વરસાદની સંભાવનાં રહે છે.

આ પણ વાંચો : આજે ફરી 5 જીલ્લામાં ભૂક્કા કાઢશે, સિસ્ટમ ગુજરાત ઉપર, નવી mausam vibhag ની આગાહી

દક્ષિણ ગુજરાતના ભાગ આહવા, ડાંગ, વલસાડ, તાપીના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના વડોદરના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે. આ ઉપરાંત પૂર્વ ગુજરાત ભાગ, પંચમહાલના ભાગમાં ભારે વરસાદની શક્યતા હેઅને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા વગેરે ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે. આમ છત્તા ઉત્તર ગુજરાતના ભાગમાં હજી વરસાદ ઓછો છે.

મધ્ય ગુજરાતના અમદાવાદ વગેરે ભાગમાં વરસાદ ઘણો ઓછો છે. ૨૯ જુલાઈમાં અમદાવાદ, ગાંધીનગરના ભાગો, દક્ષિણ સોરાષ્ટ્ર અનેગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે તેમ છે. કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે. ત્રણ ઓગસ્ટ પછી પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા છે.

જૂનાગઢનાં ૩૩ વર્ષથી ખગોળ વિદ્યાનાં આધારે આગાહી કરતા અગ્રણી આગાહીકાર રમણીક વામજા જણાવ્યું હતુ કે તા.૨૮મી જુલાઈથી ૫મી ઓગસ્ટ સુધી વાદળો હવામય રહેશે.

અમુક જિલ્લામાં ૧થી ૪ ઇંચ વરસાદ થાય અને પવનનું જોર વધારે રહેશે. ગાજવીજ સાથે વરસાદ પડશે અને ગરમી પણ જોવા મળશે.તા.૧૧મી જૂન જેઠ સુદ મંગળવારનાં રોજ વરસાદ થવાથી કારતક મહિનામાં સફેદ તલ મોંઘા થાય તેવી સંભાવનાંછે.

વરસાદની વાત કરીએ તો ચાલુ સપ્તાહમાં બીજી ઓગસ્ટ રોજ આશ્લેષા નક્ષત્રની શરૂઆત થશે અને તેનું વાહન ગધેડો છે અને૧૬મી ઓગસ્ટ સુધી આ નક્ષત્ર રહેશે. આ નક્ષત્રમાં સારા વરસાદની સંભાવનાં છે.

Leave a Comment