રેમલ વાવાઝોડુ આગાહી: હાલ ગુજરાતમાં જીવલેણ ગરમી પડી રહી છે, બીજી બાજુ બંગાળની ખાડીમાં ભયંકર વાવાઝોડાએ આકાર લીધો છે. આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી સંભાવના છે. આ વાવાઝોડા અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ મહત્ત્વની માહિતી આપી છે. વાવાઝોડાનું લેન્ડફોલ, નુકસાની, તેની ગતિ અને દિશા તથા ગુજરાત પર આ વાવાઝોડાની શું અસર થશે તે અંગે પરેશ ગોસ્વામીએ માહિતી આપી છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુ-ટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે, બંગાળની ખાડીમાં સર્જાયેલ વાવાઝોડું ધીમે-ધીમે ઉત્તર તરફ ગતિ કરે તેવી શક્યતાઓ છે. પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, 25મી તારીખે આ વાવાઝોડું સિવિયર સાયક્લોનની કેટેગરી પ્રાપ્ત કરી લેશે.
આ પણ વાંચો : વરસાદના નક્ષત્ર 2024: જ્યોતિષી નક્ષત્ર પ્રમાણે વરસાદની આગાહી, જાણો તારીખ, વાહન અને જૂની લોકવાયકા
25 અને 26 એમ બે દિવસ આ વાવાઝોડું બંગાળની ખાડીમાં ગતિ કરશે અને ધીમે-ધીમે આગળ વધશે. 26 તારીખે મોડીરાત્રે આ વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના અમુક ભાગો પર લેન્ડફોલ કરે તેવી શક્યતાઓ છે.
લેન્ડફોલ સમયે વાવાઝોડાની ગતિ 100થી લઇને 125 કિલોમીટર પ્રતિકલાકની હોઇ શકે છે. તીવ્રતા સાથે તેનું લેન્ડીંગ થશે. પરંતુ જ્યારે આ વાવાઝોડું લેન્ડફોલ થશે ત્યારે સિવિયરલ સાયક્લોનમાંથી સાયક્લોનની કેટેગરીમાં લેન્ડીંગ થવાનું છે
નોંધ: રેમલ વાવાઝોડાને લીધે ગુજરાતને કોઇ ખતરો નથી. ગુજરાતમાં કોઇ પવન કે વરસાદની અસર વાવાઝોડાને લીધે થવાની નથી










